બે ગંભીર બીમારીઓ સામે જંગ, સફળ હૃદય સર્જરીથી કરણના જીવનમાં જાગી નવી આશા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

RBSK ટીમ મુન્દ્રા અને PHC વિરાણીયાની સંવેદનશીલતા, નિષ્ઠા અને માનવતાભરી કામગીરીનું પ્રેરણાદાયી ઉદાહરણ.

માંડવી, તા-૦૭ નવેમ્બર : બાળકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે અને કોઈપણ ગંભીર બીમારીની સમયસર ઓળખ કરી તેમને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીનું એક પ્રેરણાદાયી ઉદાહરણ મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામના બાળક કરણ બહાદુર મારાજની સફળ સારવારના સ્વરૂપે સામે આવ્યું છે.તા-18/08/2017ના રોજ જન્મેલા કરણને જન્મજાત હૃદયની બીમારી (Congenital Heart Disease – CHD) હોવાનું નિદાન થયું હતું. આ ઉપરાંત બાળક જુવેનાઇલ ડાયાબિટીસ (Type-1 Diabetes) થી પણ પીડિત હતો. એકસાથે બે ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા બાળક માટે સમયસર યોગ્ય સારવાર અત્યંત જરૂરી હતી.આ પરિસ્થિતિમાં બાળકના પરિવારજનો શરૂઆતમાં દવા અને વધુ સારવાર માટે અમદાવાદ જવા તૈયાર નહોતા. ત્યારે RBSK ટીમ મુન્દ્રાના ડૉ. યોગીએ હિંમત હાર્યા વિના શાળા શિક્ષકને સાથે રાખીને બાળકના ઘરે મુલાકાત લીધી હતી. પરિવારજનોને બાળકની બીમારીની ગંભીરતા, સમયસર સારવારનું મહત્વ અને સારવારથી મળનારા લાભ અંગે સમજાવ્યા હતા.ડૉ.યોગીના સતત પ્રયાસો અને સમજાવટ બાદ પરિવારજનો અમદાવાદ ખાતે સારવાર કરાવવા માટે સંમત થયા હતા.આગળની કામગીરીમાં માનવતાભર્યું ઉદાહરણ પૂરું પાડતાં ડૉ. યોગી પોતે પોતાના ખર્ચે બાળક અને તેના પરિવાર સાથે અમદાવાદ સુધી ગયા હતા, જેથી બાળકને યોગ્ય સમયે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર મળી શકે. તેમની આ નિઃસ્વાર્થ ભાવના અને સેવાભાવ ખરેખર સરાહનીય છે.

અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે તા. 29/10/2026ના રોજ બાળકની હૃદયની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સર્જરી બાદ બાળકના સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા અને સારવાર બાદ જરૂરી અનુસરણ સુનિશ્ચિત કરવા તા. 04/11/2026ના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકના ઘરે મુલાકાત લેવામાં આવી હતી.આ સમગ્ર કામગીરીમાં RBSK ટીમ મુન્દ્રા અને PHC વિરાણીયાની ટીમે સમયસર બીમારીની ઓળખ, પરિવારજનોનું કાઉન્સેલિંગ, યોગ્ય રેફરલ, સારવાર માટે સહયોગ અને સતત અનુસરણ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી હતી.કરણની આ સફળ સારવાર માત્ર એક બાળકને મળેલી તબીબી સારવારની ઘટના નથી, પરંતુ સરકારી આરોગ્ય સેવાઓનું અસરકારક સંકલન, આરોગ્ય કર્મચારીઓની નિષ્ઠા અને માનવતાભર્યા અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે.પરિવારજનોને સમજાવવાથી લઈને બાળકને અમદાવાદ સુધી સારવાર માટે લઈ જવા અને સર્જરી બાદ પણ તેની ખબરઅંતર પૂછવા સુધીની આ કામગીરી દર્શાવે છે કે સાચી સેવાભાવના માત્ર ફરજ નિભાવવામાં નહીં, પરંતુ જરૂરિયાતમંદના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવામાં રહેલી છે.રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ – સ્વસ્થ બાળપણ, ઉજ્જવળ ભવિષ્ય.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો