ઓગડ તાલુકાના વડા ગામે ૪૦૦ વર્ષ પુરાણા શ્રી ઢટોસણા હનુમાનજી દાદાના મંદિરે ભાતીગળ મેળો ભરાયો.

ઓગડ તાલુકાના વડા ગામે ૪૦૦ વર્ષ પુરાણા શ્રી ઢટોસણા હનુમાનજી દાદાના મંદિરે ભાતીગળ મેળો ભરાયો..

ઓગડ તાલુકાના વડા ખાતે બિરાજમાન શ્રી હનુમાનજી દાદાનું લગભગ ૪૦૦ વર્ષ પૂરાણું મંદિર આવેલ છે.દર વર્ષની જેમ ચાલુ વર્ષે ૦૭/૧૧/૨૦૨૬ ના રોજ ભાંતિગળ મેળો ભરાયો હતો.દાદાના સેવકો દ્વારા સમગ્ર ધામને શણગારવામાં આવેલ. માર્ગોમાં રંગબેરંગી ધ્વજાઓ અને રાજચિહ્નો લહેરાઈ રહ્યાં હતાં. પ્રવેશ દ્વારો પર આંબાનાં પર્ણોનાં તોરણો અને સુગંધિત પુષ્પમાળાઓ બાંધવામાં આવી હતી.મુખ્ય ચોકમાં સુંદર રંગોળીઓ રચવામાં આવી હતી.માર્ગો પર સ્વચ્છતા રાખવામાં આવતી હતી અને રાત્રિના સમયે સમગ્ર ધામ દીપમાળાઓના પ્રકાશથી ઝળહળી ઊઠે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવાળિ પર્વનો ત્રીજો દિવસ એટલે કાળિ ચૌદસ શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર નો વધ કર્યો એણે કેદમાં રાખેલ લગ્ન યોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારિને મુક્ત કરી એમને આશીર્વાદ આપ્યા. એટલે આજનો કાળી ચૌદસનો દિવસ નર્ક ચતુર્થી તરીકે જાણીતો બન્યો.આજના દિવસે તંત્ર મંત્રની વિદ્યા અને હનુમાનજી ની સાધના અને આ દિવસે એવી માન્યતા છે કે નર્ક ચર્તુર્થીના દિવસે જેટલું તેલ બળે તેટલો કકળાટ ઓછો થાય.આ દિવસે ખીર અને વડા બનાવવામાં આવે છે.એ વસ્તુ એક કોડિયામાં મુકી ચાર રસ્તે મુકી એની આજુ બાજુ પાણીનું કુડાળુ કરવામાં આવે છે.અને એમાં દીવો મુકે છે.આ વિધીને કકળાટ કાઢવો કહેવામાં આવે છે.આ દિવસે હનુમાનજીની પુજાનું વિશેષ મહત્વ રહેલું છે.આજના દિવસે ઓગડ તાલુકાના વડા મુકામે વર્ષો પહેલા સુખડીયા સમાજના કંદોઈ પરિવારના લોકો રાજસ્થાન ના ભીનમાલથી ઉંટ ઉપર હનુમાનજીની મૂર્તિ થરા લઈ આવવા માટે નિક્ળ્યા હતા. ત્યારે વડા ખાતે વિસામો ખાવા રોકાયા હતા.અને વિસામો ખાધા બાદ મૂર્તિ લઈને થરા જવા માટેની તૈયારી કરવા હનુમાનજીની મૂર્તિ ઉપાડી ઉંટ ઉપર મુક્વાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હનુમાનજીની મૂર્તિ ત્યાથી ઉંચકી ન શકાઈ પરિણામે હનુમાનજી નું મંદિર નિજ સ્થળે બનાવી સ્થાપના કરી નાનું મંદિર બનાવી દેવાયું ત્યારથી વડા ગામે કાળી ચૌદસના દિવસે ગામના અઢારેય આલમ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખે છે.તેમજ ખેડુતો ના પિયતના ટ્યુબવેલ પણ બંધ રાખે છે.વાહનો પણ ભાડે ફરતા નથી.આ ગામ ૧૬૦૦૦ થી વધારે વસતિ ધરાવે છે.અને આજના દિવસે હનુમાનજીના મંદિરે સમગ્ર ગામ લોકો એકઠા થાય છે.એક્તા શાંતિ અને સહકારની ભાવનાનું ઉદાહરણ પુરૂ પાડે છે.મંદીર માં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ સુવિધા માટે પોતાના ખંભા પર જવાબદારી લઈ કોઈ પણ સમય જોયા વગર મંદીર અને શ્રીરામ વાટીકાનું નિર્માણ કરેલ આ શ્રીરામ વાટિકા અને મંદિર ઘડી બે ઘડી નિહાળવા લાયક છે. વાટીકા અને મંદિરનિહાળવા બાળકો,યુવાનો અને વડીલો વિશાળ સંખ્યા માં આવે છે.કાંકરેજ/ઓગડ તાલુકો નહીં પણ સમગ્ર પંથકમાં વડા ગામજનોએ દાદાના મંદીરનો આહલેક જગાડેલ. દર વર્ષે મેળો પણ ભરાય છે.આ મેળામાં લોક કલાકાર ખુશા મહારાજ, નટુભાઈ મીર,વિનોદભાઈ મીર વગેરે સાથી કલાકારો,સાજીંદા મિત્રોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. મેળામાં તાલુકા ભરમાંથી આગેવાનો અને અઢારેય વર્ણના લાખો લોકો દશનાર્થે પધારી ઢટોસણ હનુમાનજી મંદિરે દર્શન કરેલ.વડા ગામના પરિવારના સભ્યો અચૂક દર્શને આવે છે.શ્રી વાટિકા ટીમ અને સમગ્ર ગ્રામજનો ખડેપગે રહી દાદાની તન- મન-ધન થી સેવા કરે છે. આજે વડા ગામની એકતા ના દર્શન થયા હતા.પ્રસંગને ઉલ્લાસ પૂર્વક ઉજવેલ.અને દાદાની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવેલ. પધારનાર દાતાઓ, મહાનુભૂવો અને પત્રકારોનું આયોજકો દ્વારા ખેસ પહેરાવી દાદાની છબી આપી સન્માન કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.99795 21530

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો