અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–કચ્છની અનોખી સેવાકીય પહેલ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૭ નવેમ્બર : ‘ચલો જલાએ દીપ…જહાં આજ ભી અંધેરા હૈ…’ના સંદેશ સાથે 250થી વધુ જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ બોક્સનું વિતરણ.”માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના ઉમદા સંકલ્પ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – કચ્છ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં ખુશીનો પ્રકાશ પાથરતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ સેવાયાત્રાને આગળ ધપાવતાં આ વર્ષે પણ ભુજ નગર અને માધાપર વિસ્તારમાં સેવા સાધના અંતર્ગત ચાલતાં સંસ્કાર કેન્દ્રો તેમજ સેવાવસ્તીઓમાં રહેતાં બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે ‘ચલો જલાએ દીપ… જહાં આજ ભી અંધેરા હૈ’ના પ્રેરણાદાયી સંદેશ સાથે દાતા ઓના સહયોગથી મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણી આસપાસ અનેક એવા ગરીબ, વંચિત અને નિરાધાર બાળકો વસે છે, જેઓ તહેવારોની ખુશીઓથી વંચિત રહી જાય છે. આવા બાળકોના ચહેરા પર દિવાળીના પર્વે આનંદ અને ખુશીનો દીપ પ્રગટે, તેવા ભાવથી આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્યમાં દાતાશ્રીઓએ ઉદાર દિલથી સહયોગ આપ્યો હતો. દાતાશ્રીઓના સહયોગથી 250 થી વધુ મીઠાઈના બોક્સ તૈયાર કરી ભુજ અને માધાપરનાં વિવિધ સંસ્કાર કેન્દ્રો તથા સેવાવસ્તી વિસ્તારોમાં બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત ભુજની જૂની રાવલવાડી સ્થિત રામદેવપીર સંસ્કાર કેન્દ્ર ખાતેથી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ કચ્છ સંઘચાલક શ્રી ભરતભાઈ દરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – કચ્છ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સેવાકાર્યની સરાહના કરી હતી અને જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચવાના આ પ્રયાસને આવકાર્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકલનકર્તા તરીકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માધ્યમિક ગ્રાન્ટેડ વિભાગના પ્રાંત સહસંગઠન મંત્રી તેમજ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, પ્રાથમિક સરકારી વિભાગના પ્રાંત મંત્રી રમેશભાઈ ગાગલ, સરકારી માધ્યમિક વિભાગના કચ્છ જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા તથા પ્રાથમિક ગ્રાન્ટેડ વિભાગના જિલ્લા ઉપાધ્યક્ષ મનુભા સોઢાએ વિશેષ જહેમત ઉઠાવી હતી તેમજ ABRSM- કચ્છના તમામ સંવર્ગનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા તથા માતૃછાયા વિદ્યાલય, ભુજનાં શિક્ષિકા દાતા જાગૃતિબેન વકીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

આમ, છેલ્લા ત્રણ વર્ષથી સતત ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – કચ્છ શિક્ષણની સાથે સામાજિક સંવેદના, સેવાભાવ અને માનવતાના મૂલ્યોને પણ સાકાર કરી રહ્યું છે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો અને તેમના જીવનમાં ખુશીનો દીપ પ્રગટાવવાનો આ પ્રયાસ સમાજમાં સેવાભાવની જ્યોત પ્રજ્વલિત કરતો પ્રેરણાદાયી ઉપક્રમ બની રહ્યો હતો.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો