TANKARA:ટંકારા વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ જેલ હવાલે 

TANKARA:ટંકારા વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ જેલ હવાલે

​

મોરબી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ ક્રમમાં ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજ વટાવના ગુનામાં અવારનવાર સંડોવાયેલા એક ઇસમ વિરુદ્ધ પાસા (PASA) દરખાસ્ત તૈયાર કરી, તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

​મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી જયદિપ બાબુભાઈ બસીયા (ઉં.વ. ૨૪, રહે. મીતાણા, તા. ટંકારા, જી. મોરબી) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી મોરબી તરફ મોકલવામાં આવી હતી.

​જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવતા, ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા તા. ૦૭/૧૧/૨૦૨૬ના રોજ આરોપી જયદિપ બાબુભાઈ બસીયાની ટંકારા પોલીસ સ્ટેશન ખાતેથી પાસા એક્ટ હેઠળ સત્તાવાર અટકાયત કરવામાં આવી હતી.

​અટકાયત બાદ કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પોલીસની આ કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો