JODIYA:જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળા ના આચાર્ય ભાવેશભાઈ પનારા ને રાજ્ય ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દર વર્ષે સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિતે 5 મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે.જે નિમિતે દર વર્ષે રાજ્ય ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન મહામહિમ રાજ્યપાલ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવે છે. જેમાં આ વખતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે જામનગર જિલ્લાના નાના એવા જસાપર ગામના મૂળ વતની અને નેસડા પ્રાથમિક શાળા માં 18 વર્ષ થી અને 12 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા એવા આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારા ને ગુજરાત રાજ્ય ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી.જે અન્વયે આજ શિક્ષક દિન નિમિતે રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ ના વરદ હસ્તે પનારા ભાવેશભાઈ નું સાલ ઓઢાડી, સન્માનપત્ર અને ધનરાશિ નો ચેક આપી બહુમાન કરવામાં આવ્યું હતું.જેમાં વિશેષ આપણા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિશેષ ઉપસ્થીત રહી માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક દિન ની પૂર્વ સંધ્યાએ શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબ અને રિવાબા જાડેજા સાથે રૂબરૂ વાર્તા લાપ કરવામાં આવ્યો હતો અને શિક્ષણ મંત્રીએ અભિનંદન આપ્યા હતા.વિશેષ સન્માન કાર્યક્રમ માં રાજ્ય શિક્ષક સંઘ ના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી શ્રી જૈનિનભાઈ પટેલે વિશેષ ઉપસ્થિતિ રહી અભિનંદન પાઠવ્યા હતા.ભાવેશભાઈ પનારા નું સન્માન કરી રાજ્ય સરકારે એક અંતરિયાળ નાના એવા નેસડા ગામનું સન્માન કર્યુ છે. સાથે સાથે જામનગર જિલા અને જોડિયા તાલુકા નું બહુમાન વધાર્યું છે.અને પનારા પરિવાર માં સફળતાનો એક મોરપીંછ ઉમેરવાનું કાર્ય કર્યું છે.

ભાવેશભાઈ આવા નાના ગામને પોતાની આગવી સૂઝ સમજણ, નિષ્ઠા અને ખંત થીલાંબા સમયથી શાળા વિકાસ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. નાના એવા નેસડા ગામને આજે રાજ્ય લેવલ ઉપર પહોંચાડવા માટે તેમની લાંબા સમયની મહેનત રંગલાવી છે. જેમને શાળાને શાળા સ્વચ્છતા એવોર્ડ, સ્વચ્છ વિધાલય પુરસ્કાર મેળવ્યા હતા.2022 મા તાલુકા નો અને 2024 માં જિલા ના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થયેલ હતા. જેવો 2018 થી સંગઠન અન્વયે જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ તરીકે અને 2020 થી જોડિયા શિક્ષક શરાફી મંડળી ના પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવી રહ્યા છે.થી રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક સન્માન મેળવતા તેમના મિત્ર મંડળ, પરિવાર, શિક્ષક સંઘ ના હોદેદારો, ગામ લોકો,શિક્ષકો તરફથી ખૂબ અભિનંદન આપવામાં આવી રહ્યા છે. રાજ્ય ના શ્રેષ્ઠ શિક્ષક માં પસંદગી કરવા બદલ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ નો આભાર માન્યો હતો . શાળા ના વિકાસ ને વધુ વિકસિત કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાત્રી આપી હતી.








