કાલોલ ના દેલોલ ગામની સ્કૂલના ૧૯૮૨ની બેચના વિદ્યાર્થીઓનું ભવ્ય સ્નેહમિલન અને ગેટ-ટુ-ગેધર ઉત્સાહભેર સંપન્ન

તારીખ ૦૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ એમએમ એસ હાઈસ્કુલમાંથી વર્ષ ૧૯૮૨માં અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓનું સાતમું ગેટ-ટુ-ગેધર અને સ્નેહમિલન સમારોહ ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે યોજાઈ ગયુ તાજેતરમાં ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ‘ઓકલીફ રેસ્ટોરન્ટ’ (Oakleaf Restaurant) સમા સાવલી રોડ,વડોદરા ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ૧૯૮૨ની બેચના ૧૮ થી ૧૯ જેટલા કપલ્સ (દંપતીઓ) સાથે ઉત્સાહી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ વાત એ રહી કે આ તમામ વરિષ્ઠ મિત્રોની ઉંમર ૫૫ થી ૬૪ વર્ષની વયજૂથની હતી, છતાં તેમનામાં યુવાનો જેવો જ જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.શાળાકાળના સુવર્ણ સંસ્મરણોને તાજા કરતા આ અનોખા મિલનમાં સૌએ સાથે મળીને ભરપૂર મસ્તી કરી હતી. બાળપણની મિત્રતાના સાનિધ્યમાં સૌ કોઈએ ઉત્સાહપૂર્વક વિવિધ મનોરંજક રમતો રમીને હાસ્યના ફુવારા છોડ્યા હતા અને એકબીજા સાથે યાદગાર ક્ષણો માણીને જૂની યાદોને વાગોળી હતી.ઉલ્લેખનીય છે કે દેલોલ સ્કૂલની આ મિત્રોની જોડીનું ગ્રુપ છેલ્લા ૧૦ વર્ષથી અવિરતપણે સક્રિય છે અને દર વર્ષે નિયમિતપણે મળીને ગાઢ મિત્રતા તથા પારસ્પરિક સ્નેહની આ સુંદર પરંપરાને અનોખી રીતે જીવંત રાખી રહ્યું છે. દસ વર્ષની આ સફર પૂરી થવા બદલ સહુએ ભારે આનંદ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ આ જ અંદાજમાં મળતા રહેવાની નેમ લીધી હતી.

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો