MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો.

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો.

મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રા.શાળા અભ્યાસ કરતી બાળાઓને આરોગ્ય જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ તથા કીચન ગાર્ડન માટે તાલીમ આપવામાં આવી. સ્થળ, સાધન,માટી,બીજ પાણી, ખાતર,વાવેતર,રોગ નિયંત્રણ વિશે પ્રાયોગિક સમજણ આપી હતી. દરેક બહેનોને પોતાના ઘરે વાવવા દેશી પાલકના બીજનું પેકેટ ફ્રી વિતરણ કરવામાં આવ્યું.

શાકભાજીમાં પુષ્કળ છંટાતા જંતુનાશકો જે ઝડપે ગામે ગામ, ઘરે ઘરે કેન્સર ફેલાવી રહેલ છે, તેમાંથી બચવા દેશી ઓર્ગેનિક શાકભાજી વાવીને ખાવા માટે ભલામણ કરાયેલ. આ ઉપરાંત બહેનો જાતે બીજરોપણ અને ઉછેર કરી કૂતુહલ સમાવે તે ઉદ્દેશથી આ આયોજન કરાયેલ.

તાલીમમાં પાલકની પસંદગી એટલા માટે કરાયેલ કે આ શાકભાજી વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત છે અને વધારેમાં વધારે ઝેર શરીરમાં ફેલાવે છે.

આ તાલીમ પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવેલ. તેઓએ વિદ્યાર્થીઓને બીજની કીટ તથા પોતે લખેલ વનસ્પતિ અને ગોપાલનના પુસ્તકો શાળાને ભેટ આપ્યા હતા. આ સમયે મધૂરમ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ ડૉ. મધુસૂદન પાઠક તથા પ્રકૃતિ ઉપચાર કેન્દ્રના નેચરોપેથ શૈલેષભાઈ કાલરિયાએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રા.શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલાએ તથા શિક્ષક સ્ટાફે સુંદર વ્યવસ્થા કરી આપી હતી. શિક્ષક દયાલજીભાઈ બાવરવાએ આભારવિધી કરી હતી.આવા ફ્રિ સેમિનાર ગોઠવવા માધ્યમિક શાળાના સંચાલકો કે આચાર્યશ્રીઓ 9426232400 નંબર પર ફોન કે વોટ્સએપ મેસેજ કરી શકે છે.

18
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો