MORBI:મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું

મોરબીના ઉમિયા નિવૃત શિક્ષક મંડળના સમારંભમાં નિવૃત પછી પ્રવૃત રહેલ ગુરુજનોનું સન્માન કરાયુ.

મોરબી, અત્રેના રવાપર ચોકડી પાસે ઉમા હોલમાં મોરબીના નિવૃત શિક્ષકોનું શિક્ષકદિનના બીજા દિવસે સ્નેહમિલન યોજાઈ ગયું જેમાં બહોળી સંખ્યામાં નિવૃત્ત ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા,સમારંભમાં કે.આર.પાડલિયાએ સૌનું શાબ્દિક અભિવાદન કર્યું હતું ત્યારબાદ ઉમિયા આરોગ્ય સમિતિના ડો.ભાલોડિયાએ નિવૃત લોકોએ દરરોજ સવારે યોગ,પ્રાણાયામ ધ્યાન કરવા જોઈએ, નિયમિત ચેક અપ કરાવતું રહેવું જોઈએ જેથી કોઈ બીમારી હોય તો ખબર પડી જાય અને આરોગ્ય જળવાઈ રહે, કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું રહેવું, ડો.ભાવેશભાઈ જેતપરિયા નિવૃત પ્રાધ્યાપકે પણ પોતાના લખેલ પુસ્તક વિશે તેમજ શિક્ષકોની ગતિ ગરીમાં વિશે વાત કરી હતી દરમિયાન મગનભાઈ જાકાસણીયા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક, રામજીદાદાની ચેનલ દ્વારા હરતી ફરતી પ્રયોગશાળા જેવા શિક્ષક રામજીભાઈ જાકાસણીયા, ચતુરભાઈ કુંડારિયા,મનજીભાઈ કોરડીયા નિવૃત કે.ની.વહીવટ સી.સી.કાવર પૂર્વ ના.જી.પ્રા.શિ ચંદુભાઈ દલસાણીયા કુષ્ઠયજ્ઞ સેવા, તળસીભાઈ મારવણીયા, દેવશીભાઈ પાડલીયા, મણિલાલ સરડવા પૂર્વ પ્રમુખ શિક્ષક સંગઠન દિનેશભાઈ વડસોલા બેસ્ટ બીઆરસી એવોર્ડ પ્રાપ્ત કરનાર, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક દિનેશભાઈ ભેંસદડીયા, શૈલેષભાઈ કાલરીયા, હર્ષદભાઈ મારવણીયા, ભુદરભાઈ બરાસરા,કે.વી. આદ્રોજા,જીવરાજબાપા ફૂલતરીયા વગેરે 50 જેટલા વ્યક્તિ વિશેષને સન્માનિત કરાયા હતા, આ પ્રસંગે કે.જી.કુંડારિયા પૂર્વ પ્રમુખ સીરામીક એસોસિએશન, રામજીભાઈ જાકાસણીયા, મગનભાઈ વરસડા વગેરે મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં વર્તમાન સામાજિક,શૈક્ષણિક આર્થિક તાણા-વાણા તેમજ સામાજિક ચિંતન રજૂ કર્યા હતા,નિવૃત્ત ગુરુજનો આવી રીતે સમયાંતરે મળતા રહે એવી વાતો કરી હતી દિનેશભાઈ વડસોલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા જણાવ્યું હતું કે આ નિવૃત્ત થયેલ પેઢીએ ખુબજ અગવડમાં સાધનોના અભાવમાં ઓછા પગારમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી છે છતાં ક્યારેય કોઈના પ્રભાવમાં આવ્યા વગર ભાવથી વિદ્યાર્થીઓને ભણાવ્યા છે,પુરી નિષ્ઠા અને લગનથી વિદ્યાર્થીઓનું ભણતર,ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કર્યું છે,સમગ્ર કાર્યક્રમના દાતા તરીકે ભગવાનજીભાઈ રંગપડીયા,ખોડીદાસ પાડલીયા,હંસરાજભાઈ અઘારાએ યોગદાન આપ્યું હતું.









