વિધાનસભાના સત્રને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 દિવસના જામીન આપ્યા 

વિધાનસભાના સત્રને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 દિવસના જામીન આપ્યા

તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/08/2026 – ધારાસભ્ય ચૈતર વસાવાને અમુક શરતો સાથે 7 દિવસના જામીન મળ્યા: ઈસુદાન ગઢવી – ધારાસભ્ય ચૈતર વસાવા ગાંધીનગરમાં રહેશે, શર્ત અનુસાર મીડિયા સાથે વાત કરવા પર પ્રતિબંધ રહેશે: ઈસુદાન ગઢવી

 

 

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાલમાં જેલમાં હતા અને તેમના જામીન માટે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી. જેને પગલે નામદાર હાઇકોર્ટે વિવિધ શરતોને આધીન ચૈતરભાઈ વસાવાના સાત દિવસના ટેમ્પરરી જામીન મંજૂર કર્યા છે. આ સમયગાળા દરમિયાન ચૈતરભાઈ ગાંધીનગરમાં રહેશે અને મીડિયા સાથે વાતચીત નહીં કરવા સહિતની કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના અગ્રણી આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે તથા ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. નામદાર હાઇકોર્ટે નક્કી કરેલી શરતોને આધીન તેમને લગભગ સાત દિવસ માટે ટેમ્પરરી જામીન મળ્યા છે.

 

ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત આપતા 7 દિવસના હંગામી શરતી જામીન મંજૂર કર્યા છે. ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં હાજરી આપવા અને જનહિતના પ્રશ્નો રજૂ કરવા માટે અદાલતે આ મંજૂરી આપી છે. જોકે કોર્ટે ગાંધીનગરની હદ ન છોડવા અને મીડિયા સમક્ષ નિવેદનબાજી ન કરવા જેવી કડક શરતો પણ લાદી છે.

20
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો