વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોયુ
વિદ્યાર્થીનીઓને ગ્રાહકના હક્કો અને કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન અપાયું
વિજાપુર  શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે  ગ્રાહક સુરક્ષા અવેર નેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હિંમતનગર ગ્રાહક સુરક્ષા ફોરમના  મૌલિક ભાઈ ઉપાધ્યાય તથા તેમની ટીમ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને ગ્રાહક સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન P.P.T. પ્રેઝન્ટેશનના માધ્યમથી ગ્રાહક તરીકેના હક્કો, ગ્રાહક સુરક્ષા કાયદા તથા ખરીદી કરતી વખતે રાખવાની જરૂરી સાવચેતી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને ગ્રાહક તરીકે પોતાના હક્કો પ્રત્યે જાગૃત બનવા તેમજ કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિ થાય ત્યારે યોગ્ય કાયદાકીય માર્ગ અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુરેશભાઈ એસ. પટેલ સહિત અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. સુરેશભાઈ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. વિનોદચંદ્ર બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગ્રાહક સુરક્ષા અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.
23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો