વડોદરા શહેરમાં તા. ૧૦ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) ના ૧૮૬ માં ઉષાની ઉજવણી થશે

વડોદરા શહેરમાં તા. ૧૦ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) ના ૧૮૬ માં ઉષાની ઉજવણી થશે

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

વડોદરા શહેરમાં દાંડીયા બજાર, બદામડી બાગ સામે આવેલ ખાનકા-એ-આલિયા રિફાઈયા ખાતે આગામી તા. ૧૦ થી તા. ૧૩મી સપ્ટેમ્બર દરમિયાન કોમી એકતાના પ્રતિક સમા ફખરૂલ અવલીયા શમસુલ અતકીયા હઝરત મૌલાના પીર સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) સાહેબના ૧૮૬માં ઉર્સ-શરીફની ઉજવણી નિમિત્તે ખાનકાહના સજ્જાદા નશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબની નિગેહબાની હેઠળ આ દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. અને તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ ઉજવણી પ્રસંગે સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ તેમજ સૈયદ મોઈનુદ્દીન (ઉર્ફે નેયરબાબા) રિફાઈ અને સૈયદ હિસામુદ્દીન રિફાઈ સાહેબ અકીદતમંદો-શ્રદ્ધાળુઓને ખાસ આશીર્વચન પાઠવશે.

આ ત્રિદિવસીય ઉર્સ ઉજવણીના આયોજન મુજબ તા. ૧૦-૦૯-૨૦૨૬ને ગુરુવારના રોજ પ્રથમ દિવસે અસરની નમાઝ બાદ ખાનકાહના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર **“શાને રિફાઈ”**નો પરચમ લહેરાવવામાં આવશે, અને રાત્રે ઈશાની નમાઝ બાદ **“ઝિક્રે રિફાઈ”**ની મહેફિલ યોજાશે.

 

 

બીજા દિવસે તા. ૧૧-૦૯-૨૦૨૬ને શુક્રવારના રોજ ફજરની નમાઝ બાદ મઝારે મુકદ્દસાને ગુસલ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે ખાનકાહે આલિયા રિફાઈયા, દાંડીયા બજાર ખાતેથી પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબ સંદલના જુલૂસને પ્રસ્થાન કરાવશે. આ જુલૂસ શહેરના વિવિધ વિસ્તારો અને રાજમાર્ગો ઉપર ગશ્ત કરતું રાત્રે ૧૧-૦૦ કલાકે ખાનકાહ શરીફમાં પરત ફરશે અને જેમના ઉર્સ-શરીફની ઉજવણી થઈ રહી છે તે બુઝુર્ગ પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબના મઝાર શરીફ પર પીર સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ ખાસ હાજરી આપનાર રિફાઈ સિલસિલાના અન્ય બુઝુર્ગોના હસ્તે સંદલ ચઢાવવામાં આવશે.

 

ત્રીજા દિવસે તા. ૧૨-૦૯-૨૦૨૬ને શનિવારના રોજ સાંજે અસરની નમાઝ બાદ મિલાદ-શરીફના કાર્યક્રમ બાદ હુઝુરે અકરમ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાહેબના બાલ-મુબારકની ઝિયારત તેમજ રિફાઈ સિલસિલાના બુઝુર્ગોના પરંપરાગત પોષાક તથા પીર હઝરત સૈયદ ઝેનુલઆબેદીન રિફાઈ (રહે.) દ્વારા હસ્તલિખિત કુરાન-શરીફ તથા કાબાશરીફના ગિલાફ મુબારકના દિદાર કરાવવામાં આવશે. રાત્રે ઈશાની નમાઝ બાદ રાતીબે રિફાઈના જલ્સા સાથે ઝર્બનો કાર્યક્રમ પણ યોજાશે.

 

ઉર્સના ચોથા દિવસે તા. ૧૩-૦૯-૨૦૨૬ને રવિવારના રોજ ઝોહરની નમાઝ પછી કુલ શરીફની રસ્મ અદા કરવામાં આવશે અને રાત્રે ઈશાની નમાઝ બાદ મહેફીલે સમા (કવ્વાલી)ના જલ્સામાં ભારતના મશહુર કવ્વાલો તેમના કલામો રજૂ કરશે. આ ઉર્સની ઉજવણીમાં તમામ મુરીદો, અકીદતમંદો, અનુયાયીઓ, શ્રદ્ધાળુઓ-ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ભાગ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો