તારીખ ૦૮/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરના હજ 2027માં જવા ઇચ્છુક અંદાજીત 20 સાથે સમગ્ર પંચમહાલ જિલ્લામાંથી હાજીઓ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અને ફિટનેસ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ કેમ્પમાં હાજીઓએ હજ યાત્રા માટે જરૂરી તમામ મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વજન અને ઊંચાઈની તપાસ, આંખોની તપાસ, X-Ray માટે રજીસ્ટ્રેશન, ECG તપાસ, બ્લડ રિપોર્ટ તથા મહિલાઓ માટે ગાયનેકોલોજિસ્ટ દ્વારા વિશેષ તપાસનો સમાવેશ થાય છે. જ્યાં તમામ હાજીઓએ સૂચના મુજબ પોતાની મેડિકલ તપાસ અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી.ત્યારે આજરોજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે હાજીઓની મેડિકલ ફિટનેસની કામગીરી સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી અને ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ સાથે મેડિકલ ફીટનેસ ની કામગીરીમાં મદદરૂપ સ્થાનિક સામાજીક અગ્રણીઓ હાફિઝ સલમાન રલિયા,હાફીઝ ઉમરફારૂક પટેલ,હાજી યુનુસ પોસ્તી,ઈરફાન હાજી દાવ,અલ્તાફ હાજી હયાત,સાદિક હાજી સિંધિ,રિઝવાન હાજી દાવ,હાજી ઈમરાન તેતરા ,હાજી સરફરાઝ જુજારા, ઈસહાક હાજી મામની, યામીન હાજી દુરવેશ અને તાહિર હાજી મલા દ્વારા પ્રશંસનીય કામગીરી બજાવી તમામ હાજીઓને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો.











