8 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ સાયન્સ,આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર દ્વારા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણવિદ્ અને ફિલસૂફ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મજયંતી નિમિત્તે દર વર્ષે ૫ સપ્ટેમ્બરે “શિક્ષક દિન” ની ઉજવણી ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધાભેર સાથે તારીખ: 08/09/2026 ના રોજ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ “શિક્ષક માત્ર પુસ્તકી જ્ઞાન આપતા નથી પરંતુ સમાજમાં સારા સંસ્કાર, શિસ્ત, નૈતિક મૂલ્યો અને માનવતા વિકસાવે છે. શિક્ષક વિના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ શક્ય નથી.” કોલેજના વિદ્યાર્થીઓ એક દિવસીય પ્રિન્સિપાલ અને શિક્ષક બનીને સમગ્ર કોલેજનું સંચાલન કર્યું હતું. વિદ્યાર્થીઓએ વર્ગખંડોમાં જઈ વિષયવાર શૈક્ષણિક તાસ લીધા હતા અને વહીવટી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમના જીવનમાં શિક્ષકનું મહત્વ ફરી એકવાર સમજ્યું.કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા. સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન પ્રિન્સિપાલશ્રી તથા તમામ સ્ટાફ પરિવારના સહિયારા પ્રયત્નોથી કરવામાં આવ્યું હતું.










