હાલોલ:કલરવ શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાના “બારમો અધ્યાય ભક્તિ યોગ’ના શ્લોક પઠનની સ્પર્ધા યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૯.૨૦૨૬

તારીખ 8/9/2026 ને મંગળવારના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં ચિન્મય મિશન વડોદરા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના બારમો અધ્યાય “ભક્તિ યોગ” ના શ્લોકની સ્પર્ધા યોજવામાં આવી હતી. ગીતાના આ પાવન અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભક્તિના મહિમાનો અતિ સુંદર અને હૃદય સ્પર્શી વર્ણન કર્યું છે .ભક્તિ એ પરમાત્મા સુધી પહોંચવાનો સરળ નિર્મળ અને પ્રકાશમય માર્ગ છે. ભક્તિ માત્ર પૂજા પાઠ પૂરતી સીમિત નથી; ભક્તિ તો નિર્મળ હૃદય, નિષ્કામ કર્મ, કરુણા, ક્ષમા અને સર્વજીવ પ્રત્યેના પ્રેમનું પવિત્ર સંગમ છે. આ પ્રતિયોગીતા પૂજ્ય સ્વામી દિવ્યશાનંદજી ના સાનિધ્ય અને ઉપસ્થિતિમાં યોજવામાં આવી. આ પ્રસંગે સ્વામીજીના આશિર પ્રવચન ખૂબ જ હૃદય સ્પર્શી રહ્યા. જેમાં તેમને ભગવદ્ ગીતા વિશે ઉડાણપૂર્વક સમજણ આપી તેમજ ભગવદ્ ગીતા ના શ્લોકો જીવનમાં બધી જ રીતે ઉપયોગી થાય છે તેની પણ સમજણ આપી હતી. આ પ્રતિયોગિતા માં કે.જી વિભાગ અને ધોરણ 1 થી 12 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના 475. વિદ્યાર્થીઓ આ પ્રતિયોગીતામાં ઉત્સાહભેર ભાગ લઈ સુંદર રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનું ગાન અને પઠન કર્યું. ચિન્મય મિશન દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા આમ આ પ્રતિયોગીતા ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ હતી.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો