ગુજરાત સરકાર ના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026 નું આયોજન કરવામાં આવેલ છે. જેમ ની થીમ સાયન્સ એન્ડ સોસાયટી (વિજ્ઞાન અને સમાજ) રાખવામાં આવેલ છે આ વિજ્ઞાન નાટક સ્પર્ધા જૂનાગઢ જિલ્લા ની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ભાગ લઈ શકે છે જેમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે જેમની ની પેટા થીમ.1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન (AI): મિત્ર સાધન કે જોખમ? 2. ઈવી (ઈલેક્ટ્રીક વાહનો): આગળની રાહ.3.આંતરતારકીય વસવાટ.4. મહાસાગરોનું પુન:સ્થાપન: આવી પેઢીઓનું રક્ષણ. ની થીમ પર આધારિત વૈજ્ઞાનિક નાટક રજૂ કરવા નું રહેશે જે શાળાઓ ભાગ લેવા ઈચ્છતી હોય તેઓ શાળા ના લેટર પેડ પર નામ ની યાદી ઇમેલ.bdcscjnd@gmail.com તથા 9429433449(w) પર રજીસ્ટ્રેશન કરાવી લેશો જેમની છેલ્લી તા. 20 સપ્ટેમ્બર સુધી છે.વધુ માહિતી માટે તલોક વિજ્ઞાન કેન્દ્ર આપ સંપર્ક કરવો તેવી કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 










