MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી: સહકાર અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે બરાબરીનો જંગ, વહેલી સવારથી મતદાન શરૂ  

MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી: સહકાર અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે બરાબરીનો જંગ, વહેલી સવારથી મતદાન શરૂ

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાની કુલ 110 મંડળીઓના 1507 જેટલા નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સાંજે 5 વાગ્યા સુધી ચાલનારી આ મતદાન પ્રક્રિયા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખેડૂત વિભાગની 10 બેઠકો પર 19  ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલોઆ ચૂંટણીમાં ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માટે 19 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલના 10 ઉમેદવારો અને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલના 9 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષોએ તમામ મંડળીઓમાં સઘન પ્રચાર કરીને જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.

દિગ્ગજ નેતાઓના બેઠક સ્થળે ધામ ચૂંટણીનો માહોલ ગરમાતાં જ બંને પક્ષના સીનિયર આગેવાનો સવારથી જ મતદાન મથકે પહોંચી ગયા છે:  ખેડૂત પરિવર્તન પેનલ (કોંગ્રેસ સમર્થિત): જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયન અઘારા, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને મનોજ પનારા સહિતના આગેવાનો મતદાન મથકે હાજર રહ્યા છે.  સહકાર પેનલ (ભાજપ સમર્થિત): સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, મનહરભાઈ બાવરવા તેમજ સ્થાનિક ભાજપ આગેવાનોએ મોરચો સંભાળ્યો છે.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન વ્યવસ્થ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:ખેડૂત વિભાગ: 3 બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 1507 મતદારો મતદાન કરશે. વેપારી વિભાગ: 1 બૂથ બનાવવામાં આવ્યું છે, જેમાં 51 વેપારી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે આવનારા પરિણામો પહેલાં સ્થાનિક રાજકારણમાં ગરમી પકડાઈ છે. ચૂંટણીના અંતિમ તબક્કા સુધી બંને પેનલો વચ્ચે સખત આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર જોવા મળ્યો છે.

મગનભાઈ વડાવિયાનો કોંગ્રેસ પેનલ પર પ્રહાર સહકારી આગેવાન મગનભાઈ વડાવિયાએ સામેની ખેડૂત પરિવર્તન પેનલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન વિરોધીઓ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો છે. અમારી પેનલ કોઈ રાજકીય પેનલ નથી, જ્યારે સામેની પેનલ સંપૂર્ણપણે કોંગ્રેસ પ્રેરિત છે.” તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતીકાલે જાહેર થનારું પરિણામ જ સ્પષ્ટ કરી દેશે કે ખેડૂતોના વાસ્તવિક હિતમાં કોણે કામ કર્યું છે.

પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનો વળતો જવાબ મગન વડાવિયાના નિવેદન બાદ ખેડૂત પરિવર્તન પેનલ વતી પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ મેદાનમાં આવીને આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે:

​”જો અમારો પ્રચાર ભ્રામક હોય, તો દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે શું તે પણ ભ્રામક છે?”​”ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને થાંભલાઓ સામે વિરોધ થઈ રહ્યો છે, તો શું એ પણ ભ્રામક બાબત છે?”​”જો તમે ખરેખર ખેડૂતોના હિતેચ્છુ હોવ તો તેમને યોગ્ય અને પૂરતું વળતર કેમ નથી અપાતું?””પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમારી સરકાર હોવા છતાં ખેડૂતોને સતત અન્યાય કેમ સહન કરવો પડે છે?”લલિત કગથરાએ ઉમેર્યું હતું કે હવે ખેડૂતો જાગૃત થઈ ચૂક્યા છે અને પોતાના સાચા હિતેચ્છુ કોણ છે તે સારી રીતે સમજી ગયા છે.આવતીકાલે થનારી મતગણતરી પર સૌની નજર ટકેલી છે, ત્યારે મોરબી યાર્ડનું સત્તાસુકાન કોના હાથે જશે તે જોવું રસપ્રદ રહેશે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો