જગાણા નિલકંઠ મહાદેવ મંદિરે યજ્ઞ યોજાયો

9 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જગાણા નિલકંઠ મહાદેવ મંદિરે યજ્ઞ યોજાયો
પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલ અંદાજે ૫૬૯ વર્ષ જુનું અતિ પ્રાચીન સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રામજનોની સુખાકારી માટે શ્રાવણ માસ નિમિત્તે મહાદેવજીની પૂજા અભિષેક અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શૈલેષભાઇ દવે, દશરથભાઇ રાવલ,પ્રવિણભાઈ રાવલ, સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધિથી.મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે જગાણા સરપંચ પ્રહલાદભાઇ પરમાર, પુજારી ચંદનગીરી ગોસ્વામી, રતીભાઇ લોહ,ભેમજીભાઇ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પૂજા-અર્ચના અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો.હતો તે સવંત ૧૪૫૭માં ગામના મુખ્ય કુવા પાસે ગ્રામજનો દ્વારા આ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી મંદિર ખૂબ પ્રાચીન હોવાથી તેના જીર્ણોદ્વાર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકોએ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિરે સર્વે ધર્મ પ્રેમી જનતાએ અભિષેકનો અને દર્શનનો બહોળો લાભ લીધો હતો.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો