રીપોર્ટ બાય – ભરત જી. ભોગાયતા – 9758659878
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026: મુંબઈમાં 18 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાશે ઐતિહાસિક મહાસંમેલન* હિન્દુઓનું
* સંમેલનનો મુખ્ય વિષય:‘સમાનં વ્રતં સહ ચિત્તમ્’ અર્થાત – ‘સમાન સંકલ્પ, સામૂહિક દ્રઢતા ’.
* પિરામલ ગ્રુપના ચેરમેન શ્રી અજય પિરામલ WHC 2026 ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે.
* મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ ભવ્ય આયોજન થશે.
RSS દ્વારા તડામાર તૈયારીઓ
વિદેશોમાં અને ભારતભરમાં સંપર્ક અભિયાન
સંઘના વિશ્વ સંવાદ કેન્દ્ર — રાજકોટ થી જગત વ્યાસ જણાવે છે કે,
વિશ્વ હિન્દુ સમુદાયનું સૌથી મોટું વૈશ્વિક મંચ, વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ (WHC), આ વર્ષે ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં આયોજિત થશે. 18, 19 અને 20 ડિસેમ્બર 2026 ના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાનારા આ સંમેલનનો વિષય છે ‘સમાનં વ્રતં સહ ચિત્તમ્’ એટલે કે “સામૂહિક સંકલ્પ અને સામૂહિક દ્રઢતા”. આ મહાસંમેલનમાં ભારત અને વિશ્વના ખૂણેખૂણેથી હિન્દુ નેતાઓ, વિચારકો, ઉદ્યોગસાહસિકો, નીતિ-નિર્માતાઓ, શિક્ષણવિદો, પત્રકારો અને સામાજિક કાર્યકરો એકત્રિત થશે. તેમની વચ્ચે ધર્મ, સંસ્કૃતિ અને સમાજના પુનરુત્થાન પર ગહન મંથન કરવામાં આવશે.
વૈવિધ્યસભર કાર્યક્રમો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો
WHC 2026 માં સાત સમાંતર વિષયો પર સંમેલનો યોજાશે: વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ, હિન્દુ એજ્યુકેશન કોન્ફરન્સ, હિન્દુ મીડિયા કોન્ફરન્સ, હિન્દુ પોલિટિકલ કોન્ફરન્સ, હિન્દુ વુમન કોન્ફરન્સ, હિન્દુ યુથ કોન્ફરન્સ અને હિન્દુ ઓર્ગેનાઈઝેશનલ કોન્ફરન્સ. આ તમામ મંચ હિન્દુ સમાજની વિવિધતા, સર્જનાત્મકતા અને સાહસિકતાને નવી ઉર્જા આપશે.
આ અગાઉ WHC 2023 નું આયોજન નવેમ્બર 2023 માં બેંગકોક, થાઈલેન્ડમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. અત્યાર સુધીના સંમેલનોમાં 60 થી વધુ દેશોના 6,500 થી વધુ પ્રતિભાગીઓએ સક્રિયપણે ભાગ લીધો છે. અગાઉના સંમેલનોમાં પરમ પૂજનીય દલાઈ લામા, માતા અમૃતાનંદમયી, RSS સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ, શ્રી અજય પિરામલ અને ઇતિહાસકાર વિક્રમ સંપત જેવી અનેક વિભૂતિઓ ઉપસ્થિત રહી ચૂકી છે.
નેતૃત્વના વિચારો
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના પ્રણેતા સ્વામી વિજ્ઞાનંદજીએ જણાવ્યું હતું કે, “આજે હિન્દુ સમાજ પાછલી એક સદીની સરખામણીમાં વધુ દ્રશ્યમાન, સ્વીકાર્ય અને સન્માનનીય સ્થિતિમાં છે. હવે સમય આવી ગયો છે કે આપણે સંગઠિત થઈને, દ્રઢ સંકલ્પ સાથે હિન્દુ આકાંક્ષાઓને સાકાર કરીએ અને જે પડકારો આપણી એકતાની કસોટી કરે છે તેનો સામનો કરીએ “.
WHC 2026 ના અધ્યક્ષ શ્રી અજય પિરામલે જણાવ્યું હતું કે, “વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ એક એવું મંચ છે જે હિન્દુ ચિંતનને વૈશ્વિક મહત્વકાંક્ષાઓ સાથે જોડે છે. આ ડિસેમ્બરમાં મુંબઈમાં અમે 60 થી વધુ દેશોના 4,500 થી વધુ પ્રતિભાગીઓ સાથે એકત્રિત થઈશું, જે આ આંદોલનની વધતી જતી વૈશ્વિક સ્વીકૃતિનું પ્રમાણ છે”.
આયોજન અને ઉદ્દેશ્ય
WHC 2026 ના સહ-અધ્યક્ષ તરીકે શ્રી વિષાદ મફતલાલ અને શ્રી મહેશ ભાગચંદકાની નિમણૂક કરવામાં આવી છે. આ સંમેલન નેટવર્કિંગ, વિચારોના વિનિમય અને નક્કર કાર્ય યોજનાનું કેન્દ્ર બનશે. વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ એક વૈશ્વિક મંચ છે જે ‘યતો ધર્મસ્તતો જયઃ’ (જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે) ની ભાવનાથી સંચાલિત છે. દર ચાર વર્ષે યોજાતા આ મહાસંમેલનનું પ્રથમ ચરણ 2014 માં દિલ્હીથી શરૂ થઈ, 2018 માં શિકાગો અને 2023 માં બેંગકોક બાદ હવે 2026 માં મુંબઈમાં પોતાનો નવો અધ્યાય લખશે.

મીડિયા સંપર્ક:
સચિવ: શ્રી સ્વદેશ ખેતાવત
ગિરીશ જોશી — 7830686499
સુષ્મિતા સિંહ — 9654432361
[8/23, 12:19] rss rajkot samvad kendra jagat vyas sangh: સ્વામી વિજ્ઞાનંદજીનો પરિચય:
• IIT ખડગપુરથી B.Tech. ની પદવી
• પાણિની વ્યાકરણમાં આચાર્ય
• દર્શનશાસ્ત્રમાં વિદ્યાવારિધિ (Ph.D.)
• વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના સંયુક્ત મહામંત્રી
• રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્વયંસેવક અને પ્રચારક
• વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ (WHC) ના પ્રણેતા
• વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ (WHEF) ના પ્રણેતા
• ભારતની 40 યુનિવર્સિટીઓમાં હિન્દુ સ્ટડીઝ (M.A. અને Ph.D.) ના અભ્યાસક્રમોની શરૂઆત
• વિશ્વ બૌદ્ધ સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનના મહાસચિવ
• હિન્દુ એજ્યુકેશન બોર્ડ, હિન્દુ મીડિયા ફોરમ, હિન્દુ પોસ્ટ અને HOTA ના મેનેજિંગ ટ્રસ્ટી
[8/23, 12:19] rss rajkot samvad kendra jagat vyas sangh: *મુંબઈમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026નું ભવ્ય આયોજન: 18થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાશે મહાસંમેલન*
*Youtube*
*Facebook*









