
બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કુલ કુલ કિં.રૂપીયા.૮,૪૫,૯૩૬/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.
શ્રી સંદિપસિંઘ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર તથા શ્રી હર્ષ શર્મા મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ સદંતર બંધ કરવા અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદેશથી તાબા હેઠળના પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રીઓને પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઈસમો ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ
જે અનુસંધાને શ્રી પી.એસ.બરંડા પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી/જુગાર ના કેશો શોધી કાઢવા સુચના આપેલ જે આધારે સર્વેલન્સ સ્ટાફના શ્રી કે.એમ.રાઠોડ પોલીસ સબ.ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ માણસો સાથે બોડેલી પો.સ્ટે વિસ્તારમા પ્રોહી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન શ્રી પી.એસ.બરંડા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને બાતમી હકિકત મળેલ કે એક રજી.નંબર વગરની સીલ્વર કલરની બ્રેઝા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખાટીયાવાંટ તરફથી બોડેલી તરફ આવે છે અને વાઘોડીયા તરફ જનાર હોવાની હકિકત જણાવતા સર્વેલન્સ સ્ટાફના માણસો ઝાંખરપુરા નર્મદા મેઇન કેનાલ પાસે વોચમાં રહી બાતમી હકીકત વાળી ગાડી આવતા વાહનોની આડાસ કરી ગાડી ઉભી રાખવા હાથ વડે ઇસારો કરી ગાડી કોર્ડન કરી ઉભી રખાવેલ ગાડીમા બેસેલ બન્ને આરોપીઓને પકડી પાડી ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ બોટલ નંગ-૧૫૨૦ જેની કુલ કિંમત રૂ.૩,૩૫,૯૩૬/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લિધેલ મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી રજીસ્ટર નંબર વગરની જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની ગણી તથા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂ.૧૦,૦૦૦/-મળી કુલ મુદ્દામાલની કિં.રૂ.૮,૪૫,૯૩૬/-નો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
-: પકડાયેલ આરોપીઓ :-
(૧) કીરણભાઈ કનુભાઈ રાઠવા ઉ.વ.૨૧ રહે. રાયસીંગપુરા ખાંટીયાબાર ફળીયા તા-કવાંટ જી-છોટાઉદેપુર
(૨) ભુરલીયાભાઇ નેહાલસીંગભાઇ કનેશ ઉ.વ.૨૬ મુળ રહે-ધોગલપુર હાલ રહે રહે-અંબા,હોળી ફળીયા તા-સોંઢવા જી-અલીરાજપુર (MP)
-:કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-
ભારતીય બનાવટના વિદેશી દારૂ MOUNTS 6000 SUPAER STRONG ८१,०२४/-BEER 500 ML ની ટીન બીયર નંગ ૩૮૪
ભારતીય બનાવટની વિદેશી દારૂની KINGAFISHER EXTRA STRONG BEER ૯૮,૧૧૨/-500 ML ની કાચની બોટલ નંગ ૩૩૬
ભારતીય બનાવટની વિદેશી દારૂની GOA SPIRIT OF SMOOTHNESS ૧,૫૬,૮૦૦/-Whisky 180 ML ની કુલ બોટલ નંગ-૮૦૦
રજી.નંબર વગરની સીલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી જેનો ૫,૦૦,૦૦૦
મોબાઇલ નંગ-૦૨-૧૦,૦૦૦/-
કુલ કિંમત રૂપીયા ૮,૪૫,૯૩૬/-
શ્રી કે.એમ.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એ.એસ.આઇ.દિનેશભાઇ બચુભાઇ, અ.હે.કો.હરેંદ્રસિંહ જયેંદ્રસિંહ,અ.હે.કો.વિજયભાઇ મનહરભાઇ બ.ન., અ.પો.કો.કિશનભાઈ જનીયાભાઈ નાઓએ ટીમ વર્કથી કામગીરી કરેલ છે.
રિપોર્ટર તોસીફ ખત્રી






