શ્રી જગદંબા માનવસેવા અનાથાશ્રમ દિયોદરમાં અનુદાન અર્પણ કરાયું..

શ્રી જગદંબા માનવસેવા અનાથાશ્રમ દિયોદરમાં અનુદાન અર્પણ કરાયું..

દિયોદર તાલુકાના રૈયા ખાતે પ્રજાપતિ, બ્રાહ્મણ, બારોટ સહિત અન્ય સમાજ ની બહેનો દ્વારા ચાલતા રૈયા ભજન મંડળની બહેનો અનેક સેવાકીય કાર્યો કરે છે.શ્રાવણ મહિનામાં રૈયા નવાવાસમા એકાદશી ઉપર ભજન- સત્સંગ રાખી એક બીજી બહેનો એક બીજાના ઘરે બોલાવી ભજન સત્સંગ રાખી સ્વેછાએ યથા યોગ્ય રકમ એકત્ર કરી અનાથ આશ્રમ હોય કે પછી ગૌ શાળા હોય જ્યાં ખરેખર દાનની જરૂર છે તેવી જગ્યાએ દાન અર્પણ કરે છે.ત્યારે દિયોદર ખાતે છેલ્લા ૪ વર્ષથી ચાલતા શ્રી જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ અને અતિ જરૂરિયાત મંદ બાળકોના આશ્રમમાં સેવા લઈ રહેલ ૩૫ અનાથ અને અતિ જરૂરિયાત મંદ બાળકોને રૈયા ભજન મંડળની બહેનો દ્વારા ૧૧ હજાર રૂપિયાનું રોકડ અનુદાન અર્પણ કરતા સંસ્થાપક લલિતભાઈ જોષી એ દરેકનો આભાર માન્યો હતો અને કોઈની આજુબાજુ માં અનાથ અને અતી જરૂરીયાત મંદ બાળકો હોય તો આશ્રમમાં મુકવા અને જે કોઈ ભાવિક ભક્તોને દાન કરવું હોય તો 83201 86322 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો