તારીખ ૧૧/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઘૂસર ગામ ના માજી સરપંચ એ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર તલાટી ક્રમ મંત્રી અંગેની પોસ્ટો ફેસબુક સોશિયલ મીડિયા વાયરલ કરી હતી જેમાં ઘૂસર ગામના તલાટી ક્રમ મંત્રી અઠવાડિયામાં માત્ર બે દિવસ આવે છે તો શું સરકાર તેઓને એટલોજ પગાર આપે છે કે પછી તલાટી ની લાગવગ વધારે છે તેવી પોસ્ટ કરવામાં આવી છે ત્યારે બીજી પોસ્ટ માં ઘુસર ગામના તલાટી ની તાનાસહી પેહલા કામ છે હવે સમય નથી પછી આવજો ત્રીજી પોસ્ટ માં રેગ્યુલર પંચાયત માં ન આવતા તલાટી ને T D O નોટિસ આપશે કે પછી ચા નાસ્તો આપશે તેવી પોસ્ટો બનાવી માજી સરપંચ એ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર વાયરલ કરી છે જેના કારણે ઘુસર ગામના કરશન ભાઈ રાઠવા દ્વારા અનેક કોમેન્ટો કરવામાં આવી છે જેમાં માજી સરપંચ એ મનરેગા કૌભાંડ આચર્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને માજી સરપંચ તેઓના બિલો કઢાવવા તલાટી નું નાક દબાવવા નો પ્રયાસ કરવામાં આવે છે અને માજી સરપંચ એ પાંચ વર્ષ માં મનરેગા માં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે તમે તાલુકા પંચાયત માં રાત્રે ૧૧ વાગ્યા સુધી બેસીને એન્ટ્રીઓ પડાવી છે કરશન ભાઈ એ કોમેન્ટ માં એવું પણ જણાવ્યું છે કે મારી પાસે ભ્રષ્ટાચાર ના તમામ પુરાવા છે તો બીજી તરફ ઘુસર ગામના ભ્રષ્ટાચાર ની તપાસ અધિકારીઓ દ્વારા જે તે સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી તેના વીડિયો પણ ફેસબુક ઉપર મુકવામાં આવ્યા છે અને આજદિન સુધી તપાસ માત્ર કાગળ ઉપર રહી ગઈ છે જેના કારણે ઘુસર ગામના રાજકારણ માં ફરી ગરમાવો આવ્યો છે તો બીજી તરફ જીલ્લા ના અધિકારીઓ તેમજ તાલુકાના અધિકારીઓ મુકપેશક બની આંખ આડા કાન કરી રહયા છે હવે જોવું એ રહયું કે જીલ્લા ના અધિકારીઓ તેમજ તાલુકાના અધિકારીઓ ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરશે.!?











