તારીખ ૧૧/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા પોલીસ અને વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા સામાજિક જવાબદારી અને સંસ્કૃતિ જતનના ભાગરૂપે એક સરાહનીય પહેલને બિરદાવવામાં આવી છે. કાલોલ તાલુકાના એરાલ ગામે રહેતા અને કાલોલ તાલુકા પંચાયતના સદસ્ય તેજસસિંહ અર્જુનસિંહ પરમાર દ્વારા પોતાના વિસ્તારમાં હવેથી કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં DJ નો ઉપયોગ ન કરવાનો મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે.તેમણે ભારતીય તથા હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા મુજબ જ તમામ તહેવારોની ઉજવણી કરવાનો ઉત્કૃષ્ટ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સંસ્કૃતિનું જતન થવાની સાથે સમાજમાં શાંતિ, સુરક્ષા અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહેશે. તેમની આ ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ક્ષમતા તથા પહેલ બદલ આજે તારીખ ૧૦/૦૯/૨૦૨૬ ના રોજ પંચમહાલ જિલ્લા પોલીસ અને વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તેજસસિંહ પરમારને પ્રશંસાપત્ર પાઠવી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











