કાલોલની એમ.એમ. ગાંધી કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રવાસ: 107 વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં વિધાનસભાની કામગીરી નિહાળી.

તારીખ ૧૧/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, કાલોલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યવહારુ જ્ઞાનને પ્રોત્સાહન આપવાના હેતુથી ગાંધીનગર ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના આચાર્ય ડૉ. કિશોર વ્યાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવાસમાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભા, મહાત્મા મંદિર અને અક્ષરધામની મુલાકાત લીધી હતી:ગુજરાત વિધાનસભા: શૈક્ષણિક પ્રવાસનું મુખ્ય આકર્ષણ બનેલી આ મુલાકાતમાં વિદ્યાર્થીઓએ રાજ્યની લોકશાહી પ્રક્રિયા, શાસનતંત્ર, વિધાનસભાની કાર્યવાહી અને ધારાસભ્યોની ભૂમિકા વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.મહાત્મા મંદિર: અહીં વિદ્યાર્થીઓને ગુજરાતના વિકાસ, સંસ્કૃતિ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના આયોજનો વિશે વિસ્તૃત જાણકારી મળી હતી. જ્યાં પ્રવાસના અંતિમ ચરણમાં અક્ષરધામની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ ભારતીય શિલ્પકલા, સ્થાપત્ય, આધ્યાત્મિકતા અને મૂલ્યનિષ્ઠ જીવનશૈલીનો પરિચય મેળવ્યો હતો.આ શૈક્ષણિક પ્રવાસનું સક્ષમ કૉ-ઓર્ડિનેશન પ્રો. વી. જી. પટેલ અને ડૉ. અર્જુનસિંહ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથેડૉ. આકાશ દંતાણી, ડૉ. હરેશ સુથાર, પ્રો. કામિની પટેલ અને પ્રો. મનીષા રાઠોડે વિદ્યાર્થીઓની સુરક્ષા, શિસ્ત અને માર્ગદર્શનની જવાબદારી સુપેરે નિભાવી હતી.કૉલેજના આચાર્ય ડૉ. કિશોર વ્યાસે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓનું શિક્ષણ માત્ર પુસ્તકીયરહેતાં તેમને સમાજ, સંસ્કૃતિ અને લોકશાહી સંસ્થાઓનો પ્રત્યક્ષ અનુભવ થાય તે જ આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.”આ પ્રવાસ માત્ર પ્રવાસન પૂરતો સીમિતરહી વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રભાવના અને જિજ્ઞાસાવૃત્તિ ખીલવનારો પૂરવાર થયો હતો. સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ કૉલેજ પરિવારે તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો