તા.11/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન તરીકેના સફળ અને સમર્પિત જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની સફળતા અને સ્થાનિક સ્તરે સુચારુ આયોજનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ્’ ખાતે વઢવાણ વિધાનસભા વિસ્તારની એક વિશેષ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, સુરેન્દ્રનગર મહાનગર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, વઢવાણ ગ્રામ્ય પ્રમુખ ઘનશ્યામભાઈ, મહાનગર પ્રભારી પ્રતાપભાઈ ખાચર, ખેંગારભાઈ ડોડીયા, ગ્રામ્ય પ્રભારી રામભાઈ ચાવડા અને રાકેશભાઈ ખાદલા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડીયા, મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, તથા પ્રદેશ કારોબારી સભ્ય અને જૂનાગઢ મહાનગરના પ્રભારી જીગનાબેન પંડ્યા આ બેઠક દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વઢવાણ વિધાનસભા વિસ્તારમાં હાથ ધરવામાં આવનાર વિવિધ લોકકલ્યાણકારી અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. કાર્યશાળામાં નીચે મુજબના મુખ્ય વિષયો પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી સુરેન્દ્રનગર અને વઢવાણ ક્ષેત્રમાં બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવું. કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓને સક્રિય કરવા. બૂથ સ્તર સુધી સંગઠનને વધુ મજબૂત બનાવી ‘સેવા સંકલ્પ અભિયાન’ના મેસેજને જન-જન સુધી પહોંચાડવો. આ કાર્યશાળામાં વઢવાણ વિધાનસભા વિસ્તારના ક્ષેત્રીય હોદ્દેદારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા અને અભિયાનને સફળ બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.








