MORBI:મોરબીની ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લીધી.

મોરબીની ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ પીએમશ્રી શાળાની મુલાકાત લઈ અધ્યયન-અઘ્યાપન અંગે માર્ગદર્શન મેળવ્યું.

મોરબી,અત્રેની પીએમશ્રી માધાપરવાડી શૈક્ષણિક ગુણવત્તાની સાથે અનેક સહ અભ્યાસિક પ્રવૃત્તિ તેમજ સેવાકીય પ્રવૃત્તિ,સાંસ્કૃતિક પ્રવૃત્તિ,સરકારના વિવિધ કાર્યક્રમો જેવા કે મકરસંક્રાંતિ બાદ પતંગના લટકતા દોરા એકત્ર કરવા,બ્લડ ગૃપિંગ કરવું,હિમોગ્લોબિન ચેક કરવું, બેંક એકાઉન્ટ ઓપન કરવા માટે કેમ્પનું આયોજન વ્યશન મુક્તિ કાર્યક્રમ, આરોગ્ય અને પર્યાવરણ જાળવણી માટે જાગૃતિ વર્કશોપ, મધ્યાહ્નન ભોજન કુકિંગ કોમ્પિટિશન, વિદ્યાર્થીઓની દ્રષ્ટિ ચેક કરી ચશ્માં વિતરણ કરવા, ફુલસ્કેપ વિતરણ વગેરે અનેકવિધ કાર્યક્રમોની સાથે રાષ્ટ્રીય તહેવારો, જન્માષ્ટમી નવરાત્રી,હોળી-ધુળેટી,

દિવાળી વગેરે તહેવારોની ઉજવણી તેમજ જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના,NMMS, શિષ્યવૃત્તિ, જવાહર નવોદય વિદ્યાલય જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવામાં આવે છે આ બધી જ પ્રવૃત્તિને ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના તમામ સારસ્વત શિક્ષક બંધુ-ભગિનીઓએ માહિતી પ્રાપ્ત કરી હતી, તેમજ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ તમામ સ્ટાફને વિદ્યાર્થીઓને NEP ન્યુ એજ્યુકેશન પોલીસ અને રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકો સાથે કેવી રીતે વર્તવું? કેવી રીતે અધ્યાપન કરવું?રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને શારિરીક કે માનસિક કોઈપણ પ્રકારની સજા કરવી નહીં, વિદ્યાર્થીઓને માઁ ના સ્તર સુધી જઈ “માસ્તર” બનીને અભ્યાસ કરવો,કોઈપણ વિષય કે વિષયાંગ ભણાવતાં પહેલાં શિક્ષકે પોતે એનું અધ્યયન કરવું જોઈએ, અધ્યયન કર્યા બાદ જ અધ્યાપન કરાવી શકાય, વિષય પ્રવેશ,વિષયાંગની સમજ,વિષયવસ્તુની વિસ્તૃત સમજ,દ્રઢીકરણ,પુનરાવર્તન, નિદાન,ઉપચાર આ પગથિયાં મુજબ પાઠ ચલાવવો જોઈએ વગેરે સમજ વિસ્તૃત ઉદાહરણો સાથે ડો.આઈ.કે. વિજળીવાળા ની “પ્રેમનો પારસમણી” વાર્તા સાથે આપી હતી,તેમજ સ્માર્ટ બોર્ડ દ્વારા જી.શાલાના માધ્યમથી અભ્યાસક્રમ કેમ ચલાવવો વગેરે સમજાવ્યું હતું,શાળાનું સમગ્ર વાતાવરણ જોઈ,જાણી ડો.બાબાસાહેબ આંબેડકર શાળાના તમામ બહેનો પણ ખુશ થઈ ગયા હતાં.









