દેડિયાપાડામાં જુદા જુદા ગામડામાંથી વાહન માલિક સાથે કથિત છેતરપિંડીનો ગંભીર આક્ષેપ ભાડે લઈ ગયેલા ટ્રેક્ટર-હાયવા પરત ન મળતા વાહન માલિકોમાં રોષ


hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 134.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 38;
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
દેડિયાપાડા: દેડિયાપાડા તાલુકામાં જુદા જુદા ગામના વાહન માલિકો સાથે વાહનો ભાડે લેવાના નામે કથિત છેતરપિંડી થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વાહન માલિકોના જણાવ્યા મુજબ, તેમના આશરે 6 જેટલા ટ્રેક્ટર અને હાયવા (ડમ્પર) સહિતના વાહનો ભાડે લઈ જવામાં આવ્યા બાદ ન તો યોગ્ય ભાડું ચૂકવવામાં આવ્યું છે અને ન તો વાહનો પરત આપવામાં આવ્યા છે.
વાહન માલિકોના આક્ષેપ મુજબ, વાહનો ભાડે લઈ ગયા બાદ સંપર્ક કરવામાં આવતા સંતોષકારક જવાબ મળતો નથી અને કેટલાક કિસ્સામાં વાહનો ક્યાં છે તેની પણ યોગ્ય માહિતી આપવામાં આવતી નથી. જેના કારણે ખેડૂતો તથા વાહન માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર મામલે વાહન માલિકોએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી વાહનો પરત અપાવવા તેમજ જવાબદાર ઇસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદમાં વાહનો લઈ જવા મામલે નીચેના વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે:
1. રાજપૂત પવનસિંગ જયપ્રતાપસિંગ, રહે. અમદાવાદ
2. હુસેન કયું બાપુ, રહે. સેલંબા, તા. સાગબારા, જી. નર્મદા
3. મહંમદઅલી, રહે. જમાદાર ફળિયું, સાગબારા, જી. નર્મદા
4. ખુમાનસિંહ હાનજાભાઈ વસાવે, રહે. અધાણી, તા. અક્કલકુવા, જી. નંદુરબાર
વાહન માલિકોનું કહેવું છે કે મહેનત કરીને કમાયેલા વાહનો ભાડે આપ્યા બાદ જો ભાડું પણ ન મળે અને વાહનો પણ પરત ન મળે તો પરિવારના ગુજરાન પર સીધી અસર પડે છે. આ મામલે પોલીસ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી હકીકત બહાર લાવવામાં આવે અને જો ફરિયાદમાં કરાયેલા આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર લોકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
તેવી માંગ ઉઠી છે.










