બોડેલી ન્યાય મંદિરમાં નેશનલ લોક અદાલત યોજાઈ: પરસ્પર સમાધાનથી અનેક કેસોનો

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તથા સિવિલ કોર્ટના માર્ગદર્શન હેઠળ બોડેલી ન્યાય મંદિર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારોને સરળ, ઝડપી અને સમાધાનકારી રીતે ન્યાય મળી રહે તેમજ લાંબા સમયથી ચાલી રહેલા કેસોનો પરસ્પર સંમતિથી નિકાલ થાય તેવો રહ્યો હતો. આ નેશનલ લોક અદાલતમાં બોડેલી તાલુકાની વિવિધ બેંકોની શાખાઓ સાથે સંકળાયેલા અનેક કેસો રજૂ કરવામાં આવ્યા હતા. લોક અદાલત દરમિયાન સંબંધિત પક્ષકારોને સામસામે બેસાડી તેમની સંમતિ અને પરસ્પર સમજણના આધારે કેસોના સમાધાન માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પક્ષકારોની સહમતીથી વિવિધ કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતના માધ્યમથી કોર્ટમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનો સરળ અને ઝડપી રીતે અંત લાવી શકાય છે, જેના કારણે પક્ષકારોને સમય અને ખર્ચ બંનેમાં રાહત મળે છે. આ લોક અદાલતનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળ તથા કોર્ટના સ્ટાફ દ્વારા ઉપસ્થિત લોકોને લોક અદાલતની કામગીરી, તેનું મહત્વ તેમજ તેના માધ્યમથી મળતા વિવિધ લાભો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પક્ષકારોની સંમતિથી કેસોનો નિકાલ થતા ઉપસ્થિત લોકોમાં પણ સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. આમ, બોડેલી ન્યાય મંદિર ખાતે યોજાયેલી નેશનલ લોક અદાલત અનેક પક્ષકારો માટે ઝડપી અને સમાધાનકારી ન્યાય મેળવવાનું મહત્વનું માધ્યમ બની હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો