નવસારી એલ.સી.બી.ની કાર્યવાહી: પ્રોહિબિશનના ગુનામાં જાન્યુઆરીથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં જાન્યુઆરી-૨૦૨૬થી નાસતો ફરતો આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાએ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. જેના આધારે એલ.સી.બી.ની ટીમ ખાનગી બાતમીદારોને સક્રિય કરી વોચ અને તપાસમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે ફતેહબહાદુર ઉર્ફે … S/o રામબહાદુર રામઅજોર ચૌરસિયા, રહે. શિવમ રેસિડન્સી, મેઘાપ્રાઝા, પલસાણા, સુરત, મૂળ રહે. લખનીપુર, પોસ્ટ સૈફાબાદ, તા. પટ્ટી, જી. પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશને હજીરા-સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે અને તે જાન્યુઆરી-૨૦૨૬થી આ ગુનામાં નાસતો ફરતો હતો.આરોપી વિરુદ્ધ અગાઉ વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો, સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા અન્ય કલમો હેઠળ ગુનો, તેમજ સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત, HC ઘુઘાભાઈ દિનેશભાઈ, HC સંદીપભાઈ પીઠાભાઈ, PC દેવદીપસિંહ જગદીશસિંહ અને PC સેંધાભાઈ હિરાજી સહિત એલ.સી.બી. નવસારીના સ્ટાફે કામગીરી કરી હતી.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો