MORBI:મોરબીના કન્યા છાત્રાલય રોડ પર જુગારધામ પર પોલીસનો દરોડો: ૮ શખ્સો ઝડપાયા

MORBI:મોરબીના કન્યા છાત્રાલય રોડ પર જુગારધામ પર પોલીસનો દરોડો: ૮ શખ્સો ઝડપાયા

મોરબી:શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહેલી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કન્યા છાત્રાલય રોડ પર આવેલી વિજયનગર સોસાયટીમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૮ ઈસમોને રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વિજયનગર સોસાયટીમાં કેટલાક શખ્સો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ પાડી જાહેરમાં પાના ટીંચતા આઠ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૩૦,૮૦૦ ની રોકડ રકમ કબ્જે કરી છે.

ઝડપાયેલા આરોપીઓ:મનસુખભાઈ નરભેરામભાઈ સાંણદિયા (રહે. વિજયનગર, કન્યા છાત્રાલય રોડ, નાની કેનાલ, મોરબી) રમેશભાઈ મગનભાઈ વસાણીયા (રહે. અવધ રેસીડેન્સી, બાલક પાટીયા, સુરત; મૂળ રહે. મોડપર, જિ. મોરબી) હસમુખભાઈ લખમણભાઇ કાનેટીયા (રહે. વિજયનગર, કન્યા છાત્રાલય રોડ, મોરબી) રાકેશભાઈ જીવરાજભાઇ લો (રહે. ચિત્રકૂટ સોસાયટી, શેરી નં. ૩, રવાપર, મોરબી) સુભાષભાઈ કુરજીભાઈ ભુત (રહે. બોની પાર્ક, નંદ વિલેજ એપાર્ટમેન્ટ, મોરબી) હેમંતભાઈ ભગવાનભાઇ વડગામા (રહે. વિજયનગર સોસાયટી, મોરબી) ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા (રહે. ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, શેરી નં. ૨, મોરબી) પુનીતભાઈ રમેશભાઈ સુરાણી (રહે. વિજયનગર, કન્યા છાત્રાલય રોડ, મોરબી) પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો