વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા હેઠળ આવતા દરિયાકાંઠાના ક્લમઠા ગામ ખાતે સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજુરી વિના ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવ બનાવી દેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેક્ટર સાહેબશ્રી મનીષ ગુરવાની માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી ચીખલી અને મામલતદાર તથા અન્ય સભ્યો સતત ચોથા દિવસે તળાવો ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આજે કલમઠા ગામે અંદાજિત ૧૩૦૦૦ ચોરસ મીટર દબાણો દુર કરવામાં આવ્યા હતા.
આગામી સમયમાં સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે.










