ભિલોડા – KYC અપડેટ માટે કોલ આવ્યો, ક્રેડિટ કાર્ડ તેમજ ખાતુ બંને ખાલી થઈ ગયું,1.3 લાખ રૂપિયા ઉપડી ગયા – 108 નો ડ્રાઈવર બન્યો સાયબર ફ્રોડનો ભોગ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા – KYC અપડેટ માટે કોલ આવ્યો, ક્રેડિટ કાર્ડ તેમજ ખાતુ બંને ખાલી થઈ ગયું,1.3 લાખ રૂપિયા ઉપડી ગયા – 108 નો ડ્રાઈવર બન્યો સાયબર ફ્રોડનો ભોગ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામે KYC અપડેટ કરવાના બહાને સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. 108 ઇમરજન્સી સેવામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હિતેષકુમાર સુતરીયાને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી એક્સિસ બેંકમાં KYC બાકી હોવાનું જણાવી, KYC નહીં કરાવવામાં આવે તો બેંક ખાતું બંધ થઈ જશે તેવી વાત કરી હતી.

આરોપીએ ઓનલાઈન KYC કરી આપવાની વાત કહી ફરિયાદીના મોબાઇલમાં બેંકની એપ ખોલાવી અને WhatsApp પર એક લિંક મોકલી હતી. ફરિયાદ મુજબ, લિંક ઓપન કરાવ્યા બાદ અજાણ્યા શખ્સે વીડિયો કોલ કર્યો હતો. દરમિયાન ફરિયાદીના એક્સિસ બેંક ખાતા તથા ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1,03,058.11 તેમની જાણ બહાર ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગયા હતા

ફરિયાદીના જણાવ્યા મુજબ, ત્યારબાદ તેમનો મોબાઇલ હેક થઈ ગયો હતો અને ઇનકમિંગ કોલ પણ બંધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બેંક સ્ટેટમેન્ટ મેળવ્યા બાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઇલ નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે KYC, બેંકિંગ એપ અથવા અન્ય ઓનલાઈન પ્રક્રિયાના નામે અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતી લિંક ન ખોલવા અને બેંકની ગુપ્ત માહિતી શેર ન કરવા અંગે ફરી એકવાર સાવચેતી જરૂરી બની છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો