કાલોલ:વેજલપુર પોલીસની દારૂબંધી પર તવાઈ: બે અલગ-અલગ દરોડામાં 27 બિયરના ટીન જપ્ત.

તારીખ ૧૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાતમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ વચ્ચે પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને કુલ ૨૭ નંગ વિદેશી દારૂ/બીયરના ટીન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેજલપુર પોલીસ સ્ટેશનના અ.લો.૨. હર્ષકુમાર ભરતભાઈ અને સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે કાલોલ તાલુકાના મીરાપુરી ગામના બારિયા ફળિયામાં આવેલ કપીલાબેન નિલેશભાઈ પટેલીયાના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મહિલા આરોપી ઘરે હાજર મળી આવ્યા ન હતા. પરંતુ ઘરની ઝડતી લેતાં ઓસરીના ભાગે મૂકેલા પ્લાસ્ટિકના થેલામાંથી ‘MOUNT 6000 SUPER STRONG BEER’ (૫૦૦ એમ.એલ.) ના ૧૨ નંગ ટીન (કિંમત રૂ. ૨,૧૬૦/-) મળી આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કપીલાબેન સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) મુજબ ગુનો નોંધ્યો છે.

બીજી ઘટનામાં, કંટ્રોલ રૂમના ૧૦૦ નંબર પર મળેલી વર્ધીના આધારે વેજલપુર પોલીસના અ.પો.કો. દર્શનસિંહ યોગેન્દ્રસિંહ તથા ટીમ કાલોલના કાલંત્રા (ચીમનાપુરા નવીનગરી) ગામે તપાસ અર્થે પહોંચ્યા હતા. ત્યાં ઘરની પાછળ પ્લાસ્ટિકનો થેલો લઈને બેઠેલા શૈલેષકુમાર લક્ષ્મણભાઈ ચૌહાણ (ઉંમર ૩૭) નામના ઈસમને પોલીસે કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. થેલાની તપાસ કરતા તેમાંથી ‘MOUNT 6000 SUPER STRONG BEER’ ના ૧૫ નંગ ટીન (કિંમત રૂ. ૨,૭૦૦/-) મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી આરોપી શૈલેષકુમારની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે લીધો હતો.બંને બનાવો અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધી આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સોંપવામાં આવી છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો