તારીખ ૧૪/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવાના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા “સેવા સંકલ્પ અભિયાન-2026” અંતર્ગત કાલોલ નગરમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. ત્યારે હાલોલ-ગોધરા નગરમાંથી પસાર થતા મેન હાઇવે રોડ જેમાં કાશીમાબાદ સોસાયટીથી લઇ શાંતિનિકેતન સંકુલ હાઇવે રોડ સુધી એલઇડી લાઇટ બંધ હાલતમાં હોય તેને નવી એલઇડી લાઇટ ચાલુ કરાવી તેમ જ મહર્ષિ વિદ્યાલય શામળદેવી રોડ અને એમજીએસ સ્કુલ થી સ્ટેશન રોડ પર છેલ્લા લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટ મુકવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી હતી. આ માંગણીને ધ્યાને લઈ કાલોલ નગરપાલિકા દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ સાથે વિકાસ કામ હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આશરે 21 લાખના ખર્ચે અને 15% વિવેકાધીન 2024-25 વર્ષની ગ્રાન્ટ અંતર્ગત આશરે 5 થી 6 લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યાં વરસતા વરસાદે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા દ્વારા જાતે તિરંગા સર્કલ ખાતે ઉપસ્થિત રહી નવી LED લાઈટો ચાલુ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, મહર્ષિ વિધાલય શામળદેવી તલાવડી વાળા વિસ્તાર ની સોસાયટીઓ. અંદાજીત છ થી સાત લાખ ના ખર્ચે નવા થાંભલાઓ નાખીને તેની સાથે નવી LED લાઈટો કાર્યરત કરવામાં આવતા સમગ્ર વિસ્તાર સ્ટ્રીટ લાઈટોથી ઝળહળી ઉઠ્યો છે. ત્યારે કુલ મળીને આશરે 26 લાખથી વધુના ખર્ચે થયેલા આ કામથી લાંબા સમયની પડતર માંગણી સંતોષાતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.









