તા.૧૪.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર 
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે SSIP 2.0 અંતર્ગત ‘થ્રી ડી પ્રિન્ટિંગ તાલીમ કાર્યશાળા’ યોજાઈ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે ‘SSIP 2.0’ અંતર્ગત બે દિવસીય “3D Printing Training Programme – 2026” કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.વાઇસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલે ઉપસ્થિત વક્તાઓ તથા તાલીમાર્થી વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરી આધુનિક યુગમાં થ્રી ડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું હતું.તજજ્ઞ વક્તા પ્રો. હર્ષિલ મોદીએ SSIP 2.0 અંતર્ગત મળતું ફન્ડિંગ, ઈનોવેશન, ફોર્જિંગ, જોઇનિંગ અને ઈન્ડસ્ટ્રી માટે કૌશલ્યપૂર્ણ મેનપાવર તૈયાર કરવાની જરૂરિયાતો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઈન્ડસ્ટ્રી 1.0 (1780) થી લઈને ઈન્ડસ્ટ્રી 4.0 સુધીની સફર, ઓટોમોબાઈલ ક્ષેત્ર (બી.એમ.ડબ્લ્યુ. કાર), માનવ શરીરના અંગોના મોડેલિંગ, ડ્રોન તેમજ રોકેટ ટેકનોલોજીમાં 3D પ્રિન્ટિંગની ઉપયોગિતા અને તેના ગેરફાયદા વિશે વિગતવાર માહિતી આપી હતી.ગણપત યુનિવર્સિટી, મહેસાણાના પ્રો. જૈમિન પ્રજાપતિએ એડિટિવ મેન્યુફેક્ચરિંગની વિવિધ પદ્ધતિઓ, મટીરિયલ એક્સ્ટ્રુઝન, પ્લાસ્ટિક ફિલામેન્ટના માપદંડો, યોગ્ય વસ્તુના નિર્માણ માટે મટીરિયલને ગરમ અને નરમ કરવાની પ્રક્રિયાઓ તેમજ પ્રોડક્ટ ડિઝાઇનની તાલીમ આપી હતી









