ઈડર ખાતે વીરાવાલા પરિવાર લીલછા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ઈડર ખાતે વીરાવાલા પરિવાર લીલછા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

લીલછા નિવાસી વીરાવાલા પરિવારના સ્વજન રિટાયર્ડ ડીન ડૉ. પ્રો. ગોવિંદભાઇ મસાલના વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરતો સ્નેહ મિલન કાર્યક્રમ ઈડર વિજયનગર ત્રણ રસ્તા પાસે આવેલ પ્રયાગ કોલેજ ખાતે યોજાયો જેમા વિરવાલા પરિવારની પાંચ પેઢીના ૧૫૩ ગામની ૧૮૦ જેટલી દીકરીઓના પરિવારોની ઉપસ્થિતિમા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમમા વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગ સાથે દરેક સ્નેહીજનના પરિવારમા સુખ સમૃધ્ધિ આવે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે દરેક સ્વજન એકબીજા સાથે પરસ્પર હેતના સંબંધોથી જોડાયેલુ રહે અને અંધશ્રધ્ધા, કુરિવાજોને તીલાંજલી આપી વ્યસનમુક્ત અને તંદુરસ્ત સમાજની રચના થકી શૈક્ષણિક, સામાજિક, આર્થિક પ્રગતિ થાય તેવી ભાવનાથી ૧૫૩ ગામથી ઉપસ્થિત ૧૮૦ દીકરીઓનુ તાંબાના કળશ આપી સન્માન કરવામા આવ્યુ હતુ સ્નેહ મિલન પ્રસંગે મળેલી મીઠી મુલાકાતો અને સગા સંબંધીઓના સ્નેહે પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક યુગ મા ઉમદા પ્રયાસ વીરાવાલા પરિવાર (લીલછા) દ્વારા સરાહનીય રીતે કરવામા આવ્યો છે જેમા પાંચ પેઢીના પરિવારજનો સહિત વિવિધ ગામ અને પરગણાના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રિટાયર્ડ પીએસઆઇ પ્રવીણભાઈ સોલંકી, જગદીશભાઈ, વસંતભાઈ દ્વારા ડૉ.પ્રો. ગોવિંદભાઇ મસાલના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ

જયંતિ પરમાર સાબરકાંઠા

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો