કોડીનાર–ઉના હાઇવે પર તંત્રનો સપાટો* *સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થા સાથે બોલેરો ઝડપાયું

યોગેશ કાનાબાર રાજુલા

*કોડીનાર–ઉના હાઇવે પર તંત્રનો સપાટો*

*સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થા સાથે બોલેરો ઝડપાયું; ₹3.33 લાખનો મુદ્દામાલ સીઝ!*

*વેળવા ટોલનાકા નજીક મામલતદારની તપાસમાં 2,250 કિલો ઘઉં-ચોખાનો જથ્થો મળી આવ્યો; ખરીદ-વેચાણ માટે જરૂરી લાઇસન્સ અને મંજૂરીઓ ન હોવાનું સામે આવતાં કાર્યવાહી*

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સસ્તા અનાજના શંકાસ્પદ અનધિકૃત જથ્થાની હેરફેર સામે વહીવટી તંત્રએ કાર્યવાહી કરતાં ચકચાર મચી છે. કોડીનાર–ઉના હાઇવે પર વેળવા ટોલનાકા નજીક તપાસ દરમિયાન ઘઉં અને ચોખાનો મોટો જથ્થો ભરેલું બોલેરો વાહન પકડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન અનાજ અને વાહન સહિત કુલ અંદાજિત રૂ. 3.33 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લા કલેક્ટર શ્રી જે.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથના નિર્દેશ અનુસાર મામલતદાર કોડીનાર દ્વારા હાઇવે પર વાહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ન્યાઝ અબ્દુલ લતીફના બોલેરો વાહનની તપાસ કરતાં તેમાં શંકાસ્પદ અનધિકૃત સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો હતો વાહનની તપાસ દરમિયાન 30 બોરી ઘઉં, કુલ વજન 1,500 કિલોગ્રામ અને 15 બોરી ચોખા, કુલ વજન 750 કિલોગ્રામ મળી આવ્યા હતા. આમ, વાહનમાંથી કુલ 2,250 કિલોગ્રામ એટલે કે 2.25 ટન અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત અંદાજિત રૂ. 2.70 લાખની કિંમતનું બોલેરો વાહન પણ કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યું હતું તપાસ દરમિયાન અનાજના ખરીદ-વેચાણ માટે જરૂરી લાઇસન્સ અથવા અન્ય આનુષંગિક મંજૂરીઓ મેળવવામાં આવી ન હોવાનું સામે આવતાં વહીવટી તંત્રએ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી. અનાજના જથ્થા અને બોલેરો વાહન સહિત કુલ અંદાજિત રૂ. 3,33,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થા અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવામાં આવતો હતો અને તેની હેરફેર પાછળની હકીકત શું છે, તે સહિતના મુદ્દાઓ તપાસનો વિષય બન્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે છે કોડીનાર તાલુકામાં વહીવટી તંત્રની આ કાર્યવાહીથી સસ્તા અનાજના શંકાસ્પદ વ્યવહારો સામે કડક દેખરેખનો સંદેશ ગયો છે. હવે આગળની તપાસમાં શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે

 

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો