વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કલેકટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને આજરોજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં સરકારશ્રીના વખતો વખત છરાવ/નીતી મુજબ વાજવી ભાવની દુકાન ખોલવાની સમીક્ષા અને ભલામણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગત બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે થયેલ કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. સાથે કેશબંધ ગામે નવી વાજવી ભાવની દુકાન ખોલવા, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, કુશમાળનું સ્થળ ફેર કરવા, ખાંજુર્ણા અને ધુલદા ગામે બ્રાન્ચ એફ.પી.એસ શરૂ કરવા, તેમજ બેહડુન ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વધારાનું પંડિત દીન દયાળ ગ્રાહક ભંડાર મંજુર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ન સલામતિ કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા તકેદારી સમિતીની બેઠકો નિયમિત યોજવા, ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા, ગ્રાહકોના પ્રશ્ર્નોની તથા ગ્રાહક સુરક્ષા પ્રવૃતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામતી સહિત પુરવઠા સમિતિના સભ્યો ઉપસ્થિતિ રહ્યાં હતાં. બેઠકની કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી લક્ષ્મણ ચૌધરીએ સંભાળી જરૂરી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.









