MORBI:મોરબી ‘સામે કેમ જુએ છે’ કહી યુવક પર ત્રણ શખ્સોનો ઘાતક હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબી ‘સામે કેમ જુએ છે’ કહી યુવક પર ત્રણ શખ્સોનો ઘાતક હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી:શહેરના વાવડી રોડ પર જૂની અદાવતનો ખાર રાખી એક યુવક પર ત્રણ શખ્સોએ ઘણ અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, વાવડી રોડ પર આવેલી સુમિતનાથ સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ભાવેશભાઈ જલાભાઈ દેવસુર (ઉં.વ. ૩૨) વાવડી રોડ પર સ્થિત બાવળીયા પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જૂની અદાવતનો ખાર રાખી આરોપી બાબુ સંધી, સલીમ ઉર્ફે સલો અને મકબુલ સંધી (તમામ રહે. મોરબી)એ તેમને રોક્યા હતા.આરોપીઓએ “અમારી સામે કેમ જુએ છે?” કહી ગાળાગાળી શરૂ કરી હતી અને ઉશ્કેરાઈ જઈ ભાવેશભાઈ પર ઘણ તેમજ લોખંડના પાઇપ વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.આ મામલે ઇજાગ્રસ્ત ભાવેશભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં બાબુ સંધી, સલીમ ઉર્ફે સલો અને મકબુલ સંધી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો