માંગરોળ વેરાવળ હાઈવે ઓથોરીટી અને કોન્ટ્રાક્ટરની ધોર બેદરકારી સામે ઉગ્ર સવાલો,

જુનાગઢ જિલ્લાના માંગરોળ – પોરબંદર વેરાવળ હાઈવે પર રીપેરીંગીની  કામગીરી દરમિયાન ગઈકાલે અલગ-અલગ સ્થળોએ અનેક મોટરસાયકલ સ્લીપ થવાની ધટનાઓ બની હતી

મળતી વિગત મુજબ, કુલ 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં કેટલાકને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી આટલી ગંભીર ધટનાઓ સામે આવ્યા બાદ પણ હાઈવે ઓથોરીટી અને સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વાર જરૂરી તકેદારી ન લેવાતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

ગઈકાલે સમાચાર પ્રસિદ્ધ થયા છતાં આજે ફરી આજ અડધા કલાકના ટ્રંકા ગાળામાં  અલગ-અલગ સ્થળોએ ત્રણ મોટરસાયકલ અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. જેમાં આજે છ જણાને ઈજાઓ પહોંચી છે. જેમાંથી ત્રણને માંગરોળ હોસ્પિટલથી જૂનાગઢ  રીફેર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.

હવે સવાલ એ છે. કે શું હાઈવે ઓથોરિટી અને  કોન્ટ્રાકટર  કોઈ મોટી દુધૅટનાની રાહ જોઈ રહ્યો છે.? રસ્તાનું રીપેરીંગ કરવું વિકાસનું કામ છે. પરંતુ વાહનચાલકોની સુરક્ષા જોખમમાં મૂકીને કરવામાં આવતું કામ વિકાસ નહીં, ગંભીર બેદરકારી સમાન છે.!

——— રિપોર્ટર——

વસંતભાઈ અખિયા,માંગરોળ

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો