MORBI:મોરબીના વિરપરડા પાટિયા નજીક કાળભૈરવ મંદિરે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાશે

MORBI:મોરબીના વિરપરડા પાટિયા નજીક કાળભૈરવ મંદિરે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાશે

 

શ્રી રાજપૂત સમાજ દ્વારા વર્ષોથી ચાલતી મુજબ આ વર્ષે પણ કચ્છ આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો શુભારંભ આગામી તારીખ ૦૩/૧૦/૨૦૨૬, શનિવારના રોજ થશે.

વિરપરડા પાટિયે આવેલા કાળભૈરવ દાદાના મંદિર ખાતે આ કેમ્પ કાર્યરત રહેશે. પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે અહીં ૨૪ કલાક રહેવા, જમવા, ચા-નાસ્તો, ઠંડા પાણી તેમજ તાત્કાલિક મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

શ્રી કાળભૈરવ મંદિર ગ્રુપ અને વિરપરડા મોડપર રાજપૂત સમાજ દ્વારા સર્વે પદયાત્રીઓ અને ભાવિક ભક્તોને આ સેવાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો