ભાણવડ તાલુકાના મેવાસા ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

ભાણવડ તાલુકાના મેવાસા ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

જામનગર

(નયના દવે દ્વારા)

કેશ ક્રેડીટ કેમ્પમાં ૦૭ સ્વ સહાય જૂથોને રૂ.૨૩.૫૦ લાખની રકમનું ધિરાણ અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન પી. જોષીની પ્રેરક ઉપસ્થિતિમાં મિશન મંગલમ યોજના અંતર્ગત ભાણવડ તાલુકાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૦૭ સ્વ સહાય જૂથને રૂ.૨૩.૫૦ લાખનું ધિરાણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત, ૦૬ સ્વ સહાય જૂથોની રૂ.૧૫.૫૦ લાખની ધિરાણની અરજી બેંકમાં જમા કરાવવામાં આવી હતી.

 

કેમ્પ દરમિયાન સ્વ સહાય જૂથની બહેનોને બેંક કેશ ક્રેડિટ લોન, ક્રેડિટ લિંકેજ, બેંકિંગ પ્રક્રિયા તથા ધિરાણનો યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સ્વરોજગાર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી બહેનોને પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવા, જરૂરી કાચો માલ ખરીદવા અને આવકમાં વધારો કરવા માટે કેશ ક્રેડિટ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

 

આ કેશ ક્રેડિટ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તથા તેમના સ્વરોજગાર અને આજીવિકા પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો છે.

 

આ કેમ્પમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ જેઠવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એચ.પી.જોશી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રીતેશભાઇ ડાંગર, લીડ બેન્ક મેનેજર શ્રી જોશી, ઇ.ચા. તાલુકા વિકાસ અધિકારી શ્રી માલદેભાઈ કરમૂર, અગ્રણી શ્રી દેવશીભાઈ કરમૂર સહિત વિવિધ બેંકોના મેનેજરશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો