MORBI:મોરબીના શનાળા રોડ પર મકાનમાંથી વિદેશી દારૂના ૩૮ ચપલા જપ્ત, આરોપી ફરાર


મોરબી:શહેરના શનાળા રોડ પર મુરલીધર હોટલ પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના ૩૮ ચપલા જપ્ત કર્યા છે. રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતાં પોલીસે તેને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શનાળા રોડ પર રહેતા વિકી નારણભાઈ નાટડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન મકાનના બાથરૂમમાં છુપાવી રાખેલી અલગ-અલગ બે બ્રાન્ડની ૧૮૦ મીલી.ની કુલ ૩૮ બોટલ (કિંમત રૂ. ૬,૪૯૦/-) મળી આવી હતી.
રેઇડ દરમિયાન આરોપી વિકી નાટડા સ્થળ પર હાજર ન મળતા પોલીસે મુદ્દામાલ કબજે કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.










