MORBI:મોરબી: કોપર કેબલના ભંગારના નામે બે વેપારી સાથે ₹૧૫.૯૮ લાખની ઠગાઈ, પાંચ શખ્સો સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ
મોરબી કચ્છમાં પવનચક્કી કંપનીમાંથી બે ટન કોપર કેબલનો ભંગાર સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી મોરબીના બે સ્ક્રેપ વેપારીઓ પાસેથી ₹૧૫.૯૮ લાખ પડાવી લઈ માલ ન આપી છેતરપિંડી આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે પૂર્વઆયોજિત કાવતરું રચનાર પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પવનચક્કી કંપનીના સ્ક્રેપના નામે વિશ્વાસ કેળવ્યો મહેન્દ્રનગર ખાતે ‘ધરતી સ્ક્રેપ ટ્રેડિંગ’ ચલાવતા અને મૂળ રાજસ્થાનના વતની હરીલાલ વિરૂજી ગુર્જર તેમજ અન્ય એક વેપારી અંકિતભાઈ વિકાણીને આરોપીઓએ વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ કચ્છના માતાના મઢ પાસે આવેલી એક પવનચક્કી કંપનીમાં અંદાજે બે ટન જેટલો કોપર કેબલનો ભંગાર પડેલો હોવાનું જણાવી સોદો નક્કી કર્યો હતો. ત્યારબાદ માલ મેળવવા માટે ‘મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ’ના બેંક ખાતામાં RTGS મારફતે પેમેન્ટ જમા કરાવવા જણાવ્યું હતું.
બે વેપારીઓ પાસેથી કુલ ₹૧૫.૯૮ લાખ RTGS કરાવ્યા હરીલાલ ગુર્જર: પોતાની પેઢીના ખાતામાંથી કોટક મહિન્દ્રા બેન્કના નિયત ખાતામાં ₹૯,૪૮,૭૨૦/- ટ્રાન્સફર કર્યા. અંકિતભાઈ વિકાણી: અગાઉ તે જ ખાતામાં ₹૬,૫૦,૦૦૦/- ટ્રાન્સફર કર્યા.
બંને વેપારીઓ મળીને કુલ ₹૧૫,૯૮,૭૨૦/- જમા કરાવી દીધા બાદ પણ આરોપીઓ દ્વારા કોઈ માલ મોકલવામાં આવ્યો નહોતો. બાદમાં આરોપી ઈરફાને તેમની સાથે પૂર્વઆયોજિત કાવતરું રચીને છેતરપિંડી કરવામાં આવી હોવાની કબૂલાત કરી હતી.
આરોપીઓની વિગત – સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે:
નિતેષભાઈ લાભુભાઈ દેવીપૂજક (રહે. ઇન્દિરાનગર, મોરબી-૨) ઈરફાનભાઈ (રહે. નાના ખીજડીયા, તા. ટંકારા) કોટક મહિન્દ્રા બેંક ખાતા નં. ૯૦૫૦૩૫૪૩૪૭ ના ધારક
ઈમ્તિયાઝભાઈ ,મયુરભાઈહાલ મોરબી સાયબર ક્રાઈમ પોલીસે નાણાકીય વ્યવહારો અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.









