HALVAD:હળવદના રાણેકપર સીમમાં જુગારધામ પર પોલીસનો દરોડો: ઘોડી-પાસા રમતા ૧૩ શખ્સો રૂ. ૨.૬૮ લાખની રોકડ સાથે ઝડપાયા
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી રાણેકપર ગામની સીમમાં ચાલતા ઘોડી-પાસાના જુગારધામ પર છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ. ૨,૬૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ ૧૩ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાણેકપર ગામની સીમમાં કેટલાક શખ્સો એકઠા થઈ ઘોડી-પાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના પગલે પોલીસે તાત્કાલિક ટીમ બનાવી સ્થળ પર રેઇડ કરી હતી, જેમાં જુગાર રમતા ૧૩ આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓની યાદી:નયનભાઈ વૃજલાલ માકાસણા (રહે. સાનિધ્ય બંગલો, હળવદ)સામંતભાઈ રામજીભાઈ ઝાપડા (રહે. અન્નક્ષેત્ર પાસે, હળવદ)પ્રેમજીભાઈ બાબુભાઈ નાકિયા (રહે. ચુલી, તા. ધ્રાંગધ્રા)વાસુદેવભાઈ સોંડાભાઈ ડાભી (રહે. ચુલી, તા. ધ્રાંગધ્રા)હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ વેડલીયા (રહે. દિલ્હી દરવાજા પાસે, ધ્રાંગધ્રા)લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા (રહે. કુંભાર દરવાજા બહાર, હળવદ)રહેમાનભાઈ ગુલાબભાઈ સામતાણી (રહે. રેલ્વે સ્ટેશન પાસે, ધ્રાંગધ્રા)લાલજીભાઈ કિશોરભાઈ વાઘેલા (રહે. ભાર્ગવી સોસાયટી, ધ્રાંગધ્રા)દલસુખભાઈ પમાભાઈ જાદવ (રહે. સર્વોદય સોસાયટી, ધ્રાંગધ્રા)જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર (રહે. આંબેડકર નગર, સાયલા)પિયુષભાઈ ચમનભાઈ સચાણીયા (રહે. આનંદ પાર્ક, હળવદ)દિનેશભાઈ વજાભાઈ ઢવાણિયા (રહે. ભવાનીનગર ઢોરો, હળવદ)નરેન્દ્રભાઈ તરસીભાઈ ચૌહાણ (રહે. આંબેડકર નગર, ધ્રાંગધ્રા)હળવદ પોલીસે તમામ ૧૩ આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૨,૬૮,૬૦૦/- કબ્જે કરી તેમની વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ, ધ્રાંગધ્રા અને સાયલા પંથકના શખ્સો એકસાથે ઝડપાતા જુગારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.









