HALVAD:હળવદના રણજીતગઢ પાસે માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધે ટ્રેન નીચે ઝંપલાવ્યું: ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

હળવદના રણજીતગઢ પાસે માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધે ટ્રેન નીચે ઝંપલાવ્યું: ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસે માનસિક બીમારીથી પીડાતા ૬૨ વર્ષીય વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી જવા પામી છે. ટ્રેનની અડફેટે આવતાં માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રણજીતગઢ ગામે રહેતા છગનભાઈ ભગવાનભાઈ મકવાણા (ઉં.વ. ૬૨) વર્ષ ૨૦૧૨માં એક અકસ્માતનો ભોગ બન્યા હતા. તે સમયે તેમની છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ અકસ્માત બાદથી જ તેઓ સતત માનસિક તકલીફથી પીડાતા હતા અને અવારનવાર જીવન ટૂંકાવી લેવાની વાતો કરતા હતા.

દરમિયાન ગત તારીખ ૧૮/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે છગનભાઈ પરિવારજનોને કહ્યા વગર અચાનક ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ રણજીતગઢ ગામ નજીક આવેલ રેલવે લાઈનમાં ૭૧ નંબરની ફાટક પાસે તેમણે ધસમસતી ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. આ દુર્ઘટનામાં માથાના ભાગે તથા ડાબા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલે હળવદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો