
તાહિર મેમણ : આણંદ – 17/08/2026 – આણંદ કુલ ૯૬ ભૂમિહીન લાભાર્થી પરિવારોને આવાસ સહાય પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. ૩૦,૦૦૦ લેખે કુલ રૂ. ૨૮.૮૦ લાખની રકમ ચૂકવાઈ આ કાર્યક્રમમાં ગામના વિચરતી-વિમુક્ત જાતિના ૬૧, આર્થિક રીતે નબળા વર્ગના ૧૫ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ૨૦ મળીને કુલ ૯૬ ભૂમિહીન લાભાર્થી પરિવારોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રૂ. ૧,૭૦,૦૦૦ ની કુલ આવાસ સહાય પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. ૩૦,૦૦૦ લેખે કુલ રૂ. ૨૮.૮૦ લાખની રકમ સીધી DBT ના માધ્યમથી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.

આ તકે મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ભાદરણના ભૂમિહીન, વિચરતી-વિમુક્ત જાતિઓ તથા પછાત વર્ગના પરિવારોને પોતાના ‘ઘરનું ઘર’ મેળવવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જે આજના દિવસને ઐતિહાસિક બનાવે છે. અગાઉ આ વિભાગ માત્ર ‘કલ્યાણ વિભાગ’ તરીકે ઓળખાતો, જેનાથી સમાજના ગરીબ વર્ગ પર આપણને કોઈ ઉપકાર કરતા હોય તેવી લાગણી થતી હતી. પરંતુ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયી અને ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આ વિભાગને ‘સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ’ નામ આપ્યું. આ કોઈ ભીખ કે સહાય નથી, પણ ભારતીય બંધારણના શિલ્પી ડૉ.બી.આર.આંબેડકરે જોયેલા સમાનતા અને ન્યાયના સ્વપ્નને સાકાર કરીને છેવાડાના નાગરિકને તેનો બંધારણીય હક અને આત્મસન્માન આપવાનો નમ્ર પ્રયાસ છે.
૯૬ લાભાર્થી પરિવારોને રૂ. ૧.૭૦ લાખની આવાસ સહાય અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે રૂ. ૨૮.૮૦ લાખ ની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ૧.૭૨ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૧,૪૩૮ કરોડથી વધુની આવાસ સહાય આપવામાં આવી છે. પાકું મકાન એ માત્ર ઈંટોની ઈમારત નથી, પરંતુ તે ગરીબ પરિવારને સામાજિક સુરક્ષા, સ્થિરતા અને સન્માનજનક જીવન જીવવાનું બળ પૂરું પાડે છે.









