અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં યોજાયેલા મેગા રક્તદાન કેમ્પોમાં 3૫૦ થી વધુ યુનિટ રક્ત એકત્રિત
અરવલ્લી જિલ્લામાં યોજાયેલા ૭ કેમ્પોમાં નાગરિકોનો ઉત્સાહભેર પ્રતિસાદ

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે અરવલ્લી જિલ્લામાં આજે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ૭ સ્થળોએ મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પોમાં જિલ્લાના નાગરિકો, યુવાનો, સામાજિક સંસ્થાઓ તથા સેવાભાવી નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આજરોજ સાંજે ૪:૩૦ કલાક સુધી જિલ્લામાં કુલ ૩૩૬ યુનિટ રક્ત એકત્રિત થયું છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જાળવવામાં સહભાગી બનવા બદલ આરોગ્ય વિભાગ દ્વારા તમામ રક્તદાતાઓ અને સેવાભાવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે “તમારું રક્તદાન, કોઈના જીવન માટે બની શકે છે આશાનું કિરણ”—આ સંદેશ સાથે સ્વૈચ્છિક રક્તદાનને માનવતાની મહાન સેવા તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ વિવિધ જનભાગીદારીલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.










