રાજપીપળા પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી દરમિયાન પ્રજા સાથે ચકમક , વેપારીઓમાં રોષ

રાજપીપળા પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી દરમિયાન પ્રજા સાથે ચકમક , વેપારીઓમાં રોષ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજપીપળા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર વૈશાલી વરીયા એ ચાર્જ સંભાળ્યા બાદ સ્વચ્છતા અને દબાણો સામે લાલ આંખ કરી છે ગંદકી કરતા લોકો સામે દંડ અને મિલકત સીલ કરવી જેવા શાસ્ત્ર ઉગામી સ્વચ્છતા લાવવા પ્રયાસો હાથ ધરાયા છે અને નગરમાં સ્વચ્છતા દેખાય પણ રહી છે

તારીખ ૩૧ સપ્ટેમ્બરે સાંજે પાલિકા ચીફ ઓફિસર વૈશાલી વરિયા જેસીબી લઈને ગેરકાયદેસર ઓટલાઓ , દબાણો તોડવા આવતા બજારમાં દોડધામ મચી હતી કેટલાક વેપારીઓના ઓટલા તોડવામાં આવ્યા તો કેટલાકના નહીં તોડતા વેપારીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો જોકે બજારમાં વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે ચકમક પણ જોવા મળી હતી ત્યારે અંતે પોલીસે મોરચો સંભાળ્યો હતો

 

સમગ્ર મામલે પાલિકા ચીફ ઓફિસર વૈશાલી વરિયા એ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે એક મહિના અગાઉ ગેરકાયદેસર દબાણ કરનારાઓને નોટિસો આપવામાં આવી છે પણ તહેવારોના કારણે લોક રજૂઆત હતી જેના કારણે તહેવારો પૂરા થતા હવે કાર્યવાહી હાથ ધરી છે જ્યાં સુધી ગેરકાયદેસર દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું સૌને ભેગા મળીને આ કામમાં સહયોગ આપી રાજપીપળા ને રજવાડું બનાવવા માટે સહયોગ કરવા અપીલ કરી હતી.

 

જોકે પાલિકાની ટીમ દબાણો તોડવા નીકળી ત્યારે અમુક આંખે દેખાતા મોટા ઓટલાઓ નહી તોડતા અને કેટલાકના ઓટલાઓ તોડતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જોકે રાજપીપળા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા દબાણો હટાવવા જરૂરી છે પણ શું ઓટલા તોડવાથીજ રાજપીપળા નગર રજવાડું બનશે ??? શું ગામના વિકાસમાં ફક્ત વેપારીઓના ઓટલા વિધ્ન નાખે છે ?? અને દબાણ નું નામ આવે ત્યારે પાલિકાને ફક્ત સ્ટેશનરોડ અને માર્કેટ રોડ દેખાય છે ?? જેવા સવાલો ઉપસ્થિત લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા

 

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો