થરા નગર પાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સમિતિમાં ફરી વધુ એક ગાબડું!!..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ પાર્ટીના અનુસૂચિત જાતિ સેલના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપતાં મુકેશ એમ. બુકોલીયા (વકીલ) એ બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે થરાસ્ટેટ માજીરાજવી એવમ થરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બ.કાં. જિલ્લા ડેલિકેટ મુકેશસિંહ વાઘેલા,બ.કાં.જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરીયા,થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઘાઘોસ,મહામંત્રી અલ્પેશભાઈ શેઠ, મહામંત્રી રાઘવેન્દ્ર કે.જોશી,પૂર્વપ્રમુખ તેજાજી ઘાઘોસ ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ પાર્ટીમાં વધુ એક ભંગાણ સર્જાયું છે. તેમ મુકેશભાઈ એ જણાવ્યું હતું.વ્યવસાયે વકીલાત અને સમાજમાં એક સંનિષ્ઠ સેવાભાવી અને સારી છાપ ધરાવતા વ્યક્તિ તરીકે જાણીતા જાહેર જીવનમાં સક્રિય રહી સમાજના પ્રશ્નોને વાંચા આપનાર મુકેશ એમ. બુકોલીયા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને પોતાની નવી રાજકીય સફરની શરૂઆત કરી છે.ભાજપ મા પ્રવેશથી સ્થાનિક સ્તરે તેમજ દલિત સમાજ ને અને ભાજપ પક્ષના સંગઠનને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530











