તા.19/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં ચોરી, લૂંટ અને પોલીસ પર હુમલા સહિતના અનેક ગુના નોંધાયેલા, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગુનાઓ આચરી નાસતા-ફરતા ૨૯ જેટલા ઈનામી આરોપીઓને અગ્રતાના ધોરણે પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે રાજકોટ રેન્જના પીઆઇ એ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ ટીમે સફળ ઓપરેશન પાર પાડીને આંતર-જિલ્લા ગેડીયા ગેંગના સાગરીત અને ૫૦થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત રીઢા આરોપી અલી નથુ લાડક ડફેર રહે. ગેડીયા, પાટડીને ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૦થી વધુ ગુનાઓ આચરનાર આંતર- જિલ્લા ગેડીયા ગેંગ પર વર્ષ ૨૦૨૦માં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જેલમાં રહેલો આરોપી અલી નથુ ડફેર તા. ૨૮/૧૦/૨૦૨૨ ના રોજ પેરોલ રજા મેળવ્યા બાદ જેલમાં હાજર થયો નહોતો. તે છેલ્લા ચાર વર્ષથી હોશિયારીપૂર્વક પોતાની ઓળખ છુપાવીને જંગલ, વાડી અને સીમ વિસ્તારોમાં સતત રહેઠાણ બદલી પોલીસની ધરપકડથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જની ટીમે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે ઊંડાણપૂર્વક વર્કઆઉટ કર્યું હતું. આરોપી અંગે ચોક્કસ માહિતી મળતાં જ ટીમ દ્વારા ગોબર તળાવની પાળ પાસેથી આરોપી અલી નથુ ડફેરની ધોરણસર અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આરોપી પેરોલ જમ્પ થઈને નાસતો- ફરતો હતો તે સમય દરમિયાન તેણે સુરેન્દ્રનગર, અમદાવાદ સોલા અને નળસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ નવા ગુના આચર્યા હતા, જે અમદાવાદ સોલા પો.સ્ટે, અમદાવાદ સોલા પો.સ્ટે, સુરેન્દ્રનગર લખતર પો.સ્ટે, સુરેન્દ્રનગર સીટી બી ડીવિ. પો.સ્ટે, સુરેન્દ્રનગર લખતર પો.સ્ટે, નળસરોવર પો.સ્ટે. આરોપી અલી નથુ ડફેર વિરૂદ્ધ ભૂતકાળમાં વિવિધ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર પાટડી, વઢવાણ, બજાણા, લીંબડી, જોરાવરનગર, પાણશીણા, લખતર, ધ્રાંગધ્રા, મોરબી, મહેસાણા અને અમદાવાદ ગ્રામ્ય (બગોદરા, ધંધુકા) પોલીસ મથકોમાં ચોરી, ધાડ, હથિયાર ધારા, લૂંટ અને હુમલા સહિતના ૫૫ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સફળ કામગીરી રાજકોટ રેન્જના પીઆઇ એ.એસ. પટેલ, પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય. ઉધાસ, પી.સી. સરતેજા તેમજ યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, રાજુભાઇ પઢેરીયા, કુલદિપસિંહ ચુડાસમા, ગોવીંદભાઇ રબારી તથા ટેકનીકલ ટીમના બળદેવસિંહ સોલંકી, નરેન્દ્રસિહ રાઠોડ, બલદેવસીંઘ મનજીતસીંઘ અને આશાબેન પટેલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.









